________________
રિબલ માછીની સ્થા
આ ભરતક્ષેત્રમાં કાંચનપુરી નામની નગરી હતી. ત્યાં વસંતસેન નામનો રાજા રાજ્ય કરતા હતા. તેને વસ'તસેના નામની રાણી હતી. તેને વસંતશ્રી નામની પુત્રી હતી. તે નગરમાં બિલ નામે માછી રહેતા હતા. તેને પાપી, અતિ ક્રોધવાળી, પ્રચંડા નામની સ્ત્રી હતી. પતિ સામે કઠાર શબ્દો બેાલતી આ સ્ત્રીથી સ્વપ્નમાં પણ કદી રિલે સુખ મેળવ્યું ન હતુ. કહ્યું છે કેઃ— 'कुग्रामवासः कुनरेन्द्रसेवा, कुभोजनं क्रोधमुखी च भार्या । कन्याबहुत्वं च दरिद्रता च षड् जीवलोके नरका भवंति ॥
અર્થ :—કુગામમાં નિવાસ, દુષ્ટ રાજાની સેવા, અશુદ્ધ ભાજન, ક્રોધમુખવાળી સ્ત્રી, બહુ પુત્રીઓ અને રિદ્રતા એ છ વસ્તુ મનુષ્યલેાકમાં નરક તુલ્ય છે.
હિરખલ પાતે માછી હતો. તે માછલાં પકડીને વેચતા અને તેથી જ આજીવિકા ચલાવતા. તે દરરાજ માછલાં પકડવા જતા. એક દિવસ હરિમલે નદીના સામા કાંઠા પર આવેલા વૃક્ષની છાયામાં ઉભેલા મુનિવરને જોયા. તેમની પાસે જઈ તે નમસ્કાર કરી બેઠા. મુનિ ખેલ્યા; હું ભદ્ર, તું કાંઈ