________________
૩૪
- એક દિવસે શેઠને ચિંતાતુર જઈ તે બોલી: હે તાત, આપને આજે શી ચિંતા છે? શેઠે કહ્યું, હે પુત્રી, અહીંના રાજાએ મને જે જિનપૂજા માટે ફળફૂલથી ભરપુર વૃક્ષવાળું એક ઉદ્યાન આપ્યું હતું. હું તેના ફળફૂલેથી જ જિનેશ્વર દેવની પૂજા કરતો હતો. પરંતુ એકાએક આજે એ ઉદ્યાન સૂકાઈ ગયું છે. સર્વ ઉપાય-યુક્તિ અજમાવી જોઈ પણ તે નવપલ્લવિત થતું નથી, તેથી મને રાજાને ખરે ભય લાગે છે. તે મને શું કરશે ?....તે કાંઈ સમજાતું નથી. આ સાંભળી કન્યા બેલી, હે તાત! તમે ચિંતા કરશે નહીં. હું પ્રતિજ્ઞા કરૂં છું કે મારા શિયળના પ્રભાવે જ્યાંસુધી ઉદ્યાન સાચા સ્વરૂપને ધારણ ન કરે ત્યાં સુધી મારે ચારે આહારનો ત્યાગ છે. શેઠે કહ્યું હે પુત્રી, આવી ઉગ્ર પ્રતિજ્ઞા ન કરાય. તે બોલી. હે તાત, મેં જે પ્રતિજ્ઞા લીધી છે તેમાં કદી ફેરફાર થઈ શકે એમ નથી. આમ કહી જિનમંદિરે ગઈ અને અહંતને નમસ્કાર કરી એકાગ્ર ચિત્ત કાર્યોત્સર્ગમાં રહી, આમ તેણે ત્રણ દિવસ પૂર્ણ કર્યા ત્રીજી રાત્રીએ શાસનદેવી પ્રગટ થઈ કહેવા લાગી. હે વત્સ, મિથ્યાદષ્ટિ વ્યંતરદેવે આ વાટિકાનો વિનાશ કર્યો હતો. અત્યારે તે દેવ તારા તપ, શિયળના પ્રભાવથી અદશ્ય થયે છે. તેથી ઉદ્યાન પહેલાની જેમ પ્રભાતે નવપલ્લવિત થશે, એમ કહી તે અદશ્ય થઈ ગઈ. સવારે માણિભદ્ર શેઠ ફળફૂલાદિથી નવપલ્લવિત થયેલી વાટિકા જેઈ અત્યંત હરખને ધારણ કરતો મંદિરે આવ્યો. અને કહેવા લાગ્યું. હે બેટી, તારા શિયળ પ્રભાવથી આજે મારા મનોરથ પરિપૂર્ણ થયાં છે. માટે તું સુખેથી પારણું કર, પછી શ્રાવક શ્રાવિકાઓને નિમંત્રણ કરી. ધામધૂમથી તે વણિક પિતાના ઘરે તેડી લાવ્યો