________________
૩૩
એક માણસને કુલધર શેઠ પાસે માલ્યા તેણે આવી કુલધર શેઠને કહ્યુ, હું શ્રવિયં ! હું માણિભદ્ર શેઠનેા માણસ છું. એમણે પૂછાવેલ છે કે આપને કેટલી પુત્રી છે એમાંથી કેટલી કુમારિકા છે. અને કેટલી સૌભાગ્યવતી છે તે કહેા. કુલધર શેઠે કહ્યું કે મારે આઠ પુત્રીએ છે. તેમાંથી સાત પુત્રીઓને આ ચ’પાપુરીમાં પરણાવેલ છે અને સૌથી નાની પુત્રીને એક ણિકપુત્ર સાથે પરણાવી છે. તે દંપતી ઉડદેશે ગયા છે આ બીના જાણી તેણે પેાતાના શેઠ પાસે આવી સર્વ હકીકત કહી. તેથી માણિભદ્ર શેઠને ખાતરી થઇ કે આ કુલધરવણિકની કન્યા છે. આથી તે શેઠ તેને પુત્રીની જેમ પાળવા લાગ્યા. તે કન્યાએ ઉત્તમ પ્રકારના ગુણ, ચાતુર્ય, વિનય અને વિવેકથી આખા કુટુંબની કૃપા સંપાદન કરી હતી. તેથી તેના દિવસે સુખેથી પસાર થવા લાગ્યા.
ઉજ્જયિને નગરીમાં માણિભદ્ર શેઠે તોરણ અને ધ્વજા પતાકાએ શણગારીને એક માટું જિનાલય ખધાવ્યું હતું ત્યાં કુલધર પુત્રી દરરાજ ત્રણે પ્રકારની પૂજા કરતી અને સાધ્વીઓના સમાગમથી જીવાદિ નવતત્ત્વા જાણી તે સુલસા સણ્ય ઉત્તમં શ્રાવિકા થઈ. શેઠ તેને જે જે દ્રવ્ય આપતાં તે બધું ભેગું કરીને દહેરાસરને લગતી વસ્તુ તે અનાવતી —( કરાવતી )
જ્યારે તેની પાસે વધારે દ્રવ્ય એકઠું થયું ત્યારે તેણે ત્રણ સુવર્ણમય છત્ર કરી પ્રભુના મસ્તક ઉપર ધારણ કર્યાં. વિવિધ પ્રકારના તપ અને ભાવથી ચતુર્વિધ સંઘનું વાત્સલ્યપણું કર્યું. ઉજમણાં વગેરે પણ કર્યાં.