________________
શાથી થઈ ગયે! કોઈની નજર લાગી અથવા કોઈ જાતનો વાયુ વિકાર થયું છે કે પ્રસૂતિ-રોગ થયે છે. હે પુત્રી, તારા ઉપર તે મેં કંઈક મનોરથ સેવ્યાં હતાં પણ હવે બધાં નિષ્ફળ થયાં. વળી તે માયાવીએ ઘણાં ઉપચાર કર્યા અને કપટપૂર્વક વિલાપ સાથે ઓવારણાદિ અનેક ઉપાયના અભિનય કર્યો પણ કાંઈ ફેર પડ્યો નહીં. કારણકે સાચું સ્વરૂપ કેમ નાશ પામે ? પાટલીપુત્રના મહારાજા જિતશત્રનો પ્રધાન આરામશેભાને લેવા માટે સ્થળાશ્રય ગામમાં આવ્યું. અને બનાવટી આરામશોભાને દાસદાસી સાથે લઈ પાટલીપુત્રનો રસ્તે લીધે. રસ્તામાં દાસીઓએ પૂછ્યું; હે રાણી સાહેબા, આપની સાથે ઉદ્યાન કેમ આવતું નથી? ત્યારે તે બોલી કે એ તે કૂવામાં પાછું પીવા ગયું છે તમે આગળ ચાલે, એ પાછળથી આવશે. આ સાંભળી બધે પરિવાર ખેદ પામતે આગળ ચાલ્યા. અનુક્રમે કૃત્રિમ આરામશોભા નગર નજીક પહોંચી. પિતાની પટ્ટરાણીના પ્રવેશ નિમિત્તે રાજાએ માટે ઉત્સવ કર્યો. જિતશત્રુ રાજા દેવકુમાર જેવા રૂપધારી પુત્રને જોઈને ખુશ થયે. અને રાણીને જોઈ ખેદ પામવા લાગે તેથી તેણે પૂછ્યું, હે દેવી! આ શું થયું છે? તે બેલી, મને શરીરે કાંઈક રેગ લાગુ થયે છે તેથી મારા શરીરની દુર્દશા થઈ છે. રાજ ખેદ પામ્ય, તેણે જોયું તે નંદનવન પણ ન દેખાયું, તેણે ફરી પૂછ્યું કે હે દેવી, નંદનવન જેવું દિવ્ય ઉદ્યાન કેમ દેખાતું નથી? તેણે કહ્યું, હે સ્વામિન! કૂવામાં પાણી પીવા ગયેલ છે પણ જ્યારે હું તેને બેલાવીશ ત્યારે તે અહીં આવશે. આવા વિચિત્ર વચનો સાંભળી રાજા વિચારવા લાગ્યું કે આ આરામશોભા પહેલાં હતી તે છે કે