________________
કોધથી છોડાયેલો જિતશત્રુરાજાએ કૃત્રિમ રાણી પાસે આવીને તેને દેરડાથી બાંધી અને ચામડાના ચાબુકને ચમત્કારી ચખાડવાની તૈયારી કરી, તેટલામાં અસલ આરામશોભા આવી રાજાના પગમાં પડીને કહેવા લાગી કે હે દીનાનાથ, મારું એક વચન માનો અને તે મારી ભગિનીને કૃપા કરી મુક્ત કરે. ત્યારે નીતિનિપુણ રાજાએ કહ્યું હે દેવી! તારું વચન ઉલ્લંઘવાને હું અસમર્થ હોવાથી આને છોડી મૂકું છું નહીં તે આ તારી માયાજાળ જેવી હેનના બન્ને હાથ, કાપી ફેંકી દેવાને લાયક છે. ત્યારપછી રાજાએ સુભટને હુકમ કર્યો કે સ્થળાશય–નગરમાં જલદી જાવ, પેલા. કુબુદ્ધિ બ્રાહ્મણને કેદ કરી, તેની સ્ત્રીને નાક, કાન વિ. કાપી દેશપાર કરે. રાજાની આજ્ઞા સાંભળી તેઓ તૈયારી થયા. આરામદેભાને આથી દયા આવી, તે કહેવા લાગી કે “હે પ્રભો ! ગમે તેમ હોય પણ તે મારી માતા છે માટે આપ માફ કરે. કૂહાડાથી કપાતું ચંદનવૃક્ષ કૂહાડાના મુખને સુગંધિત કરે છે. તેવી રીતે સજજન પુરૂષે ગમે તેવી સ્થિતિમાં મૂકાયા હોવા છતાં પોતાની સજ્જનતાને છોડતા નથી.” પછી રાજાના કહેવાથી અનુચરે પાછા વળ્યાં.
ત્યારબાદ તેઓએ કેટલેક કાળ અતિ ગાઢ સ્નેહથી, વિષયસુખ ભોગવતાં સુખમાં પસાર કર્યો. એક દિવસે રાણીએ રાજાને કહ્યું કે, હે દેવ! જે કઈ જ્ઞાની પુરુષ મારા પુણ્ય. પ્રતાપે પધારે તે બહુ સારુ થાય. નૃપતિએ પૂછ્યું. કેમ કાંઈ સંશય છે? આરામશોભા બેલી, હે સ્વામિન! હું પૂર્વે બહુ દુઃખી હતી અને પછી ખૂબ સુખી થઈ પાછી વળી