Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૮-૧૧-૩૭ ગુરૂવાર
વર્ષ
અંક ૩
*******
આગમ-રહસ્ય
દ્રવ્યનંદિરૂપ ત્રીજો ભેદ
શ્રી સિદ્ધચક્ર
નમિવિનમિનું ચિરસ્મરણ શા માટે ?
ત્રિલોકનાથ તીર્થંકરભગવાન્ શ્રી ઋષભદેવજી મહારાજે સર્વસાવદ્યનો ત્યાગ કરવા પ્હેલાં
શિલ્પકર્મ વિગેરેની પ્રવૃત્તિ તથા તે દ્વારાએ વર્ણ વ્યવસ્થા કરી. હાથીવિગેરેનો સંગ્રહ કરવા સાથે ઉગ્ર, ભોગ અને રાજયાદિકનો સંગ્રહ ો, સ્વરાજ્યનો વિભાગ કરી સ્વપુત્રોને ખેંચી દીધાં ત્યાં સુધી કોઈપણ યાચક (માગણ) જેવો વર્ગ દુનિયામાં ઉભો થયેલોજ ન્હોતો, પરન્તુ ભગવાને સંવચ્છરીદાન દીધું તે વખત ઋદ્ધિસમૃદ્ધિનો યાચકવર્ગ ઉભો થયો, પરન્તુ અન્નપાનને માટે યાચના કરવાનું અને તેનું દાન દેવાનું તો ભગવાન્ ઋષભદેવજીના આખા ગ્યાશીલાખપૂર્વના વખતમાં પ્રાસંગિકરીતિએ બન્યુંજ નથી, અને તેથીજ ભગવાનશ્રીઋષભદેવજીએ દીક્ષા ગ્રહણ કરી તેને બીજે જ દિવસે ભિક્ષા માટે ગયા, છતાં તેઓને કોઈએ ભિક્ષા આપવાનું નિવેદન કર્યું નહિ. ભગવાન્ઋષભદેવજી ગામોગામ ફર્યા,
તા. ૧૮-૧૧-૧૯૩૭
પરન્તુ સર્વદેશના અને ગામના લોકોએ તેમની તરફ પૂજ્યભાવને લીધે બીજી બીજી કન્યા. ઋદ્ધિ આદિની નિમન્ત્રણાઓ કરી, પરન્તુ કોઈએ પણ આહારઆદિકની નિમન્ત્રણા કરી જ નહિ. કારણ કે તે વખતે આહાર દેવા લેવાની પ્રવૃત્તિ થયેલી ન્હોતી જો કે નમિ અને વિનમિનો અધિકાર ભગવાના વર્ષીતપના પારણા કરતાં હેલો કહી દેવામાં આવ્યો છે, પરન્તુ તે વ્હેલાજ બન્યો છે એમ માની લેવાનું કાંઈ સબળ કારણ નથી, પરન્તુ એટલું તો ચોક્કસ છે કે તે મિવિનમિની સેવા એવી અજોડ હતી કે જેનુ ચિરસ્મરણ શાસ્ત્રકારોએ તીર્થંકરભગવાનની સામાન્યપ્રતિમાઓમાં પણ ગોઠવ્યું છે, કારણકે સામાન્યરીતે કેટલાક આચાર્યો તીર્થંકરભગવાનની જન્મઅવસ્થા, રાજ્યઅવસ્થા, અને સામાન્યછદ્મસ્થઅવસ્થા માનવાનું સ્નાત્રાદિકે કરીને જંણાવે છે, ત્યારે કેટલાક આચાર્યો જન્મઅવસ્થા અને રાજ્યઅવસ્થાને છોડી દઈને સ્નપન અને અર્ચાએ કરીને એકલી છદ્મસ્થઅવસ્થા વિચારવાનું જણાવે છે. અને તે વખત સ્તપન અને અર્ચન કરનારો તે બીજો કોઈ નહિં, પરંતુ દીક્ષામહોત્સવને પ્રસંગે અભિષેક કરાવનારા અને અર્ચન કરનારા દેવેન્દ્રો અને નરેન્દ્રો લેવા. અગર છદ્મસ્થ અવસ્થામાં શ્રી ઋષભદેવજીભગવાનની બે પડખે રહેલા નમિ અને વિનમિ લઈને ભગવાનની છદ્મસ્થઅવસ્થા વિચારવી, એ રીતિએ પરિકરવાળી પ્રતિમાઓનો છદ્મસ્થભાવ વિચારવાનું કેટલાક શાસ્ત્રકારોએ જણાવ્યું છે.