Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(અનુસંધાન ટાઈટલ પાનું ૪ થું) ભાવિકો આગળ ધરી દઈને તે ભાવિકોનાં ખીસ્સાં ત્યાંજ ખાલી કરાવે છે. યાદ રાખવું કે જગ જ્યારે વહીવટની સ્વચ્છતા માટે અને તેમાં કોઈની ખાઉધરી ન હોય તેના નિશ્ચયને માટે જગો જગો પર પોકારો કરે છે, ત્યારે આ ધર્મશાળાઓ જુગજુના ખાઉધરાપણા અને ભંડારોઆદિના નામે પ્રતિવર્ષ અને પ્રતિમાસ રકમો એકઠી કરે છે, અને નથી તો તેમાં શ્રીસંઘ તરફનો કોઈપણ અવાજ? નથી તો તેમાં શ્રીસંઘના કોઈપણ ટ્રસ્ટી ? અને નથી તો રીતસર કમિટિમાં હિસાબ મૂકવાની રીતિ ? આ કડવી પણ પરિણામે હિત કરનારી સ્થિતિ હમણાં બહાર મૂકવાની જરૂર ભવ્યજીવોની સાવચેતીને માટે એટલા માટે થઈ છે કે એક ધર્મશાળાના માલીકે પોતાના ગુમાસ્તાધારાએ પ્રતિવર્ષ બસો રૂપીઆ કમાઈ આપવાનું લખાણ કરાવ્યું અને તેને બહાર આવ્યાને મુદત થઈ છતાં કોઈપણ જાતનો ખુલાસો થયો નથી. આવી રીતે અન્ય સ્થાનોમાં પણ રીતસરની કમીટિ અને વ્યવસ્થા ન હોવાથી કેમ થતું હશે તે સુજ્ઞ વેપારી જૈનઆલમ ન સમજી શકે તેવું નથી. જૈનભાઈઓએ યાદ રાખવું જોઈ કે ચવાઈ જાય તેવી રીતે જાણી જોઈને ધર્માદાના નામે રકમ આપનારા પણ નિર્દોષ સ્થિતિમાં તો રહેતા જ નથી. વળી શ્રીસિદ્ધાચળજી યાત્રા કરવા આવનાર ભાવિકોએ પોતાના માટે આણંદજી કલ્યાણજીએ વહેવાતો ભાર નીચે જણાવીએ છીએ તે જરૂર ધ્યાનમાં લેવા જેવો છે. ૧ પ્રતિવર્ષ આણંદજી કલ્યાણજી યાત્રાળુઓની સગવડની ખાતર જ રખોપા પેટે સાઠ હજાર
રૂપીઆ ભરે છે એટલે જે યાત્રિક શ્રી આણંદજી કલ્યાણજીને રખોપાપેટે ઓછામાં ઓછા બે રૂપીયા ન આપે તે ભારે થાય કે નહિ તે વાંચકોને હેજે સમજાય તેવું છે. શિહોર અને પાલીતાણાના સ્ટેશન ઉપર યાત્રાળુઓની સગવડને માટે, શ્રીઆણંદજી કલ્યાણજી તરફથી નોકરોની સગવડ રાખવામાં આવે છે તે ભાવિકયાત્રિકોને ધ્યાન
બહાર નહિ હોય. ૩. શ્રી સિદ્ધગિરિજી મહારાજ ઉપર યાત્રા કરવાના રસ્તાનું સમારકામ વિગેરે શ્રીઆણંદજી
કલ્યાણજીની પેઢીથી જ થાય છે અને તેનો ઉપયોગ દરેક ભાવિકયાત્રિકો વગર રોકટોક કરે છે, તો તે તરફ પણ યાત્રાળુઓએ ધ્યાન ખેંચવું જરૂરી ગણાય.
(જુઓ અનુસંધાન પાનું ૪૭૨)