Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
( શ્રી ચતુર્વિધ સંઘમાં એક જ દિવસ સવચ્છરી કેમ?)
જૈનજનતામાં પજુસણના તહેવારની મુખ્યતા છે તે સંવચ્છરીને અંગે જ છે. એ વાત કોઇપણ જૈનનામધારીથી અજાણી નથી. પજુસણના જો કે આઠ દિવસો છે તો પણ આ દિવસોનો હિસાબ સંવચ્છરીના દિવસ ઉપર જ રહે છે, અને એથી જ સામાન્ય રીતે જે વારની સંવચ્છરી આવવાની હોય છે તે જ વારે પજુસણનો આરંભ કરાય છે. કદાચ અજ્ઞાનતાને લીધે કે બીજો કોઈપણ કારણથી પજુસણના આરંભમાં ભૂલ થઈ હોય તો પણ તે ભૂલનો ભોગ સંવર્ચ્યુરી થતી નથી. ગુરૂવારે સંવછરી આવવાની હોય અને કદાચ તેના હેલાના ગુરૂવારે પજુસણ બેસાડતાં ભૂલી ગયા અને પજુસણનો આરંભ બુધવારે કે શુક્રવારે થયો હોય તો પણ તે પજુસણના આઠ દીવસને નામે સંવચ્છરી બુધવારે કે શુક્રવારે કરવાની હોતી નથી. એટલે સ્પષ્ટ છે કે પજુસણ ઉપર સંવચ્છરીનો આધાર નથી, પણ સંવચ્છરી ઉપર જ પજુસણનો આધાર છે. સકલચતુર્વિધ સંઘનું દૃષ્ટિકોણ સંવચ્છરી ઉપર જ હોય છે. એટલું જ નહિ, પણ સમજુ કે અણસમજુ હરકોઈ સંવટ્ઝરીની ક્રિયા તો સમુદાયે જ કરે છે અને તેમ કરવામાં જ શ્રેય ગણે છે અને તેથી જ દેખાય છે કે સંવચ્છરીપડિક્કમણામાંથી કોઇપણ સમજુ કે અણસમજુ ઉમરવાળો મનુષ્ય બાતલ રહેતો નથી, અને જુદો પડવા માંગતો નથી. વળી સંવચ્છરીનો એટલો બધો પ્રભાવ છે કે જેઓની સાથે તે દિવસે વૈરવિરોધ અને કલેશકંકાશની માફી લેવાઈ દેવાઇ નથી હોતી તેઓની સાથે ગ્રામગ્રામાંતરે પત્રો લખીને પણ વૈરાદિસંબંધી માફીની લેવડદેવડ કરવામાં આવે છે. તેમજ સ્ત્રીવર્ગ કે સાધ્વી અને શ્રાવિકાના સંઘરૂપ છે અને જેઓને પુરૂષવર્ગ કે જે સાધુ અને શ્રાવકરૂપ છે તથા જેમાં સાધુમહાત્માના સંઘરૂપ છે તેઓની સાથે સંવચ્છરીપડિક્કમણું કરવાનું હોતું નથી, તેઓ જો કે પોતે સંવચ્છરીપડિક્કમણું પોતપોતાના સમુદાયથી પોતપોતાના સ્થાને કરે છે અને તે વખત વ્યાસ સમUસંયસ એમ કહી ખમતખામણાં કરે છે, તો પણ સાક્ષાત્ ખમતખામણાં કરવાની જરૂર