Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 670
________________ થવું જોઈતું સાધર્મિકોનું ભાવવાત્સલ્ય. જૈનજનતામાં સાધર્મિકવાત્સલ્ય એટલે જેને સામિવચ્છલ કહેવામાં આવે છે તે એટલું જ આ બધું પ્રસિદ્ધ છે કે તેને માટે જૈનને સમજાવવા બેસવું તે ચક્ષુવાળાને સૂર્ય સમજાવવા જેવું છે, છે, પરન્તુ તે સાધર્મિક વાત્સલ્ય શબ્દનો જગમાં એટલો જ રુઢાર્થ થયો છે કે સાધર્મિકોને જમાડવા કે વસ્ત્ર વિગેરે દેવાં, જો કે આનું નામ સાધર્મિકવાત્સલ્ય નથી એમ તો કોઈપણ છે. શ્રદ્ધાસુમનુષ્યથી કહી શકાય તેમ નથી, પરંતુ જૈનજનતાએ જાણવું જોઈએ કે ભોજન અને વસ્ત્રાદિકારાએ થતું સાધર્મિકવાત્સલ્ય તે દ્રવ્યથકી સાધર્મિકવાત્સલ્ય છે, પરંતુ ભાવથકી સાધર્મિકવાત્સલ્ય જે રીતે છે અને શાસ્ત્રકારો ફરમાવે છે તે લગભગ સમગ્રજૈનોની ધ્યાન બહાર અગર વર્તાવની બહાર છે એમ કહીએ તો ખોટું નથી. એ વાત તો જૈનજનતાની જ ધ્યાન બહાર નજ હોય કે જેમાં ભાવ વગરની ક્રિયા ફળ આપતી નથી અને તેને માટે A શાસ્ત્રકારો પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે - “ચાત્ ક્રિયા: પ્રતિપત્તિ ન માન્યા." એવી રીતે ભાવસાધર્મિકવાત્સલ્યની ભાવના જીવોના આત્મામાં ન હોય તે મનુષ્યો , છે, દ્રવ્ય સાધર્મિકવાત્સલ્ય કરીને પણ કેટલો લાભ મેળવી શકે તે સમજવું મુશ્કેલ નથી, પરન્તુ N કેટલાક શ્રદ્ધાળુ ભદ્રિકજીવો ભાવસાધર્મિકવાત્સલ્ય કરવાની ઈચ્છાવાળા હોય, છતાં પણ તેઓ ભાવસાધર્મિકવાત્સલ્યને જાણતા ન હોવાથી તે કરવાને માટે તૈયાર થઈ ન શકે તે અસ્વાભાવિક નથી, ૫રજુ તેવાઓને ભાવસાધર્મિકવાત્સલ્યની સમજણ જવી રીતે આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજીએ આપી છે, તેવી રીતે જો આપવામાં આવે તો જરૂર છે, તે ભાવિકજીવો તે ભાવસાધર્મિકવાત્સલ્ય તરફ પ્રવૃતિ કરે, એમ ધારી તે ભાવસાધર્મિક વાત્સલ્યને નિરૂપણ કરનારી ગાથાઓ જણાવવામાં આવે છે. साहम्मियाण वच्छल्लं, एयं अण्णं वियाहियं। धम्मट्ठाणेसुं सीयंतं, सव्वभावेण चोयए॥२०८॥ सारणा वारणा चेव, चोयणा पडिचोयणा। सावएणावि दायव्वा, सावयाणं हियट्ठया॥२०९॥ रुसउ वा परो मा वा, विसं वा परियत्तउ। भासियव्वा / हिया भासा, सपक्खगुणकारिया ॥२१०॥ पमायमइरामत्तो, सुयसायरपारओ। अणंतं णंतकायंमि, कालं सोऽविय संवसे ॥२११॥ कल्लं पोसहसालाए, नवि दिट्ठो जिणालए। साहूणं पायमूलंमि, केण कजेण साहि मे ॥२१२॥ तओ। (જુઓ ટાઈટલ પાનું ૩ જું)

Loading...

Page Navigation
1 ... 668 669 670 671 672 673 674