Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 669
________________ CCCC 00000 GOOTOSHOTOGGGGGGGGuત (અનુસંધાન ટાઈટલ પાન ૪ નું ચાલું.) य कहिए कजे, जइ पमायवसं गओ। वत्तव्वो सो जहाजोगं, धम्मियं चोयणं इमं ॥२१३॥ दुल्लहो माणुसो जम्मो, धम्मो सव्वण्णुदेसिओ। साहु साहम्मियाणं च, सामग्गी पुण दुल्लहा ॥२१४॥ चलं जीयं धणं धन्नं, बंधुमित्तसमागमो। खणेण ढुक्कए वाही, ता पमाओ न जुत्तओ।२१।। न तं चोरावि लुप्पंति, न तं अग्गीवि णासए। न तं जूएवि हारिजा, जं धम्मंमि पमत्तओ॥२१६॥ किण्हसप्पं करग्गेणं, घट्टए धुंटए विसं। निहाणं सो पमुत्तूणं, कायखंडं तु गिण्हए॥२१७॥ ता सोम। तस वियाणंतो, मग्गं सव्वन्नुदेसिय! पमायं जं न मिल्हेसि, तं सोइहिसि भयन्नवे॥२१८॥ આનો વિસ્તારથી અર્થ જાણવાની ઈચ્છાવાળાએ શ્રી શ્રાદ્ધદિનકૃત્યની ટીકામાં પ્રસ્તાવ ત્રીજાનો છેલ્લો ભાગ જોવો, છતાં તેનો સંક્ષિપ્ત અર્થ આ પ્રમાણે છે. પૂર્વે જણાવેલ સાધર્મિકભાઈઓનું જે વાત્સલ્ય છે તે દ્રવ્યવાત્સલ્ય છે, પરંતુ આગળ જણાવવામાં આવે છે તે બીજું વાત્સલ્ય એટલે ભાવવાત્સલ્ય છે, શ્રાવકરૂપી સાધર્મિકને અંગે ક ભાવવાત્સલ્ય એ ચીજ છે કે જે સાધર્મિક (શ્રાવક) પૂજા વિગેરે ધર્મકાર્યોમાં પ્રમાદ કરતો હોય તેને સર્વપ્રકારના ઉદ્યમથી સ્મરણાદિકદ્ધારાએ શિખામણ દેવી. તે સ્મારણઆદિ જણાવતાં કહે છે કે ધર્મકાર્ય જે ભૂલાયેલું હોય તેને યાદ કરાવી દેવું તે સ્મારણઆદિ જણાવતાં કહે છે કે ધર્મકાર્ય જે ભૂલાયેલું હોય તેને યાદ કરાવી દેવું તે સ્મારણા કહેવાય, તેવી જ રીતે મિથ્યાષ્ટિ અને પાસસ્થાદિકના સંબંધનો નિષેધ કરવો તે વારણા કહેવાય, આવી રીતે સ્મારણા અને વારણા વારંવાર કર્યા છતાં પણ કોઈક તેવો પ્રમાદી શ્રાવક અને વ્રતનિયમની 8 અંદર અલના કરવાવાળો થાય તો શું આવા ઉત્તમકુળમાં ઉત્પન્ન થયેલા તારે આવી રીતે 8 પ્રવર્તવું લાયક છે? એ વિગેરે ઠપકાવાળાં વાક્યોથી પ્રેરણા કરવી તેનું નામ નાદના કહેવાય, તેમજ તેજ વ્રતમાં વિગેરેમાં વારંવાર સ્કૂલનાદિક થાય તો તારા જન્મ ને જીવિતને ધિક્કાર છે ઇત્યાદિવાક્યોથી સજ્જડ પ્રેરણા કરવી તેનું નામ પ્રતિનોદના કહેવાય. આવી રીતે સ્મારણાદિ ચાર ભેદો સાધુએ સાધુને અંગે કરવાનાં છે એમ નહિ, પરંતુ શ્રાવકે પણ શ્રાવકોને તેના હિતને માટે આ સ્મારણાદિક ચાર પ્રયત્નો કરવાના જ છે. જે શ્રાવક અપ્રીતિના ભયથી ને સાધર્મિકને શિખામણ દેવાની ઉપેક્ષા કરે તેને માટે પણ શાસ્ત્રકાર કહે છે કે સ્મારણા વિગેરે કરતાં અસહિષ્ણુપણાને લીધે કોઈક રોષ કરવાવાળો થાય, કેમકે કેટલાક ભારે કર્મીઓને (જુઓ ટાઈટલ પાનું રજું) 2222222222222222222 OOOOOOCO000000000OOOOOOOOOOOOO CCCCCCC

Loading...

Page Navigation
1 ... 667 668 669 670 671 672 673 674