Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
પર્યુષણા અને આરાધના જૈનશાસનમાં જો કંઈપણ મુખ્ય ધ્યેય હોય તો તે એક જ છે કે રાગ અને દ્વેષનો રે સર્વથા નાશ કરવો અને ક્રોધ માન માયા તથા લોભનો બંધ ઉદય ઉદીરણા અને સત્તાથી સર્વથા અભાવ કરવો.
જૈનશાસનમાં જણાવેલી કર્મની આઠ મૂળ પ્રકૃત્તિઓ અગર એકસો અઠ્ઠાવન ઉત્તર પ્રકૃત્તિઓમાં રાગ અને દ્વેષનું સ્થાન નથી, અર્થાત્ નથી તો રાગ અને દ્વેષ મૂળપ્રવૃત્તિઓમાં ગણાવ્યા, તેમ નથી તો તે બેને ઉત્તરપ્રકૃત્તિમાં ગણાવ્યા, તેનું કારણ એ છે કે રાગને અભિવ્યક્તિ જ્યારે પણ હોય છે ત્યારે તે મુખ્યતાએ માયા કે લોભ રૂપમાં હોય છે, અને દ્વેષની જ્યારે અભિવ્યક્તિ હોય છે ત્યારે તે ક્રોધ કે માનરૂપમાં જ હોય છે. આ વાત ભગવાનશ્રી ઉમાસ્વાતિવાચકજી વિગેરે મહાપુરૂષો સ્પષ્ટપણે પ્રશમરતિ વિગેરે ! પ્રકરણમાં જણાવે છે, એટલે રાગ અને દ્વેષ એ બન્ને પ્રચ્છન્ન સ્વરૂપમાં રહે છે, પરંતુ તે વ્યક્તસ્વરૂપે તો ક્રોધ માન માયા અને લોભસ્વરૂપને જ ગ્રહણ કરે છે અને કર્મને બાંધવાનાં કારણોને નાશ કરવાને તૈયાર થયેલો મનુષ્ય અભિવ્યક્તસ્વરૂપને જ રોકવા તૈયાર થઈ શકે, પરંતુ અવ્યક્ત સ્વરૂપને રોકવા તૈયાર થઈ શકે નહિ માટે શાસ્ત્રકારોએ કર્મની પ્રકૃતિઓમાં રાગ દ્વેષ જે અવ્યક્તસ્વરૂપના હતા તેને સ્થાન નહિ આપતાં તેનું જે વ્યક્તસ્વરૂપ ક્રોધ માન માયા અને લોભરૂપે હતું તેને સ્થાન આપ્યું. જો કે ગુણોની મહત્તા જણાવવાની અપેક્ષાએ અવ્યક્તસ્વરૂપના નાશને ગુણ તરીકે જણાવી વીતરાગપરાદિકને ગુણો તરીકે જણાવ્યા, પરંતુ તે પાપપ્રકૃતિઓનો નાશ કરવાને માટે ઉદ્યમ કરવાવાળા મહાનુભાવોને ઉદ્યમની સફળતા મેળવવા માટે ક્રોધ માન માયા અને આ લોભનું વ્યક્તસ્વરૂપ જે હતું તેજ જણાવ્યું. આ ચાર કષાયના ભેદોમાં પહેલા નંબરે જો કોઈનો પણ નાશ થઈ શકતો હોય અગર અલ્પશુભ-પ્રયત્નથી પણ જો કોઈ નાશ પામતો હોય તો તે માત્ર ક્રોધ જ છે. યાદ રાખવું કે ગુણસ્થાનોની શ્રેણિએ ચઢતાં હાય તો ઉપશમ કરે કે ક્ષય કરે, અર્થાત્ ઉપશમશ્રેણિ માંડે કે ક્ષપકશ્રેણિ માંડે, અરે ! તેમાં હાય તો અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણી કે સંજવલન એ ચારે છે જાતના કષાયોમાંથી કોઈપણ જાતના કષાયની ચોકડીનો ક્ષય કરે તો તેમાં પ્રથમ નંબરે આ ક્રોધનો જ ક્ષય કરવો પડે છે. અર્થાત્ ચારે જાતના ક્રોધ માન-માયા કે લોભો ખપાવવાના હોય છે તો પણ તે બધા ખપાવતા પહેલાં તે ચારે જાતના ક્રોધનો પોત પોતાના સ્થાને ક્ષય કે ઉપશમ કરવો પડે છે. આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાશે કે આત્મકલ્યાણને માટે સ્વલ્પ પણ પ્રયત્ન કરવાવાળાએ પ્રથમ નંબરે ક્રોધનો ક્ષય કરવાની જરૂર છે, તેમજ
(જુઓ ટાઈટલ પાનું ૩ જું)