Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૧૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૯-૩૮ • • • • • • • • • • • • ••••••••••••••••••••••••••• ૫ સાધુઓએ પોતાના આચાર્ય ઉપાધ્યાયના અનુકરણથી કર્તવ્યતા ગણી આચાર્ય ઉપાધ્યાયોને વર્તમાન
સાધુઓની અનુકરણીયતા સમજાવી, વર્તમાનકાલના શ્રમણનિગ્રંથોને સ્થવિરોની અનુકરણીયતા સ્થવિરોને ગણધર શિષ્યોની, ગણધર શિષ્યોને ગણધરોની અને ગણધરોને શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજની અનુકરણીયતા જણાવી છે. એટલે આજ્ઞા અને આચરણ કરતાં પણ ખમતખામણાં કરવા અને ઉપશાંત થવા અને ઉપશાંત બનાવવામાં ગતાનુગતિક્તાની અધિક્તા જણાવે છે અને તે દ્વારાએ સકલ શ્રી સંઘમાં વાતાવરણની મુખ્યતા જણાવે છે.
ઉપર જણાવેલ શ્રી પર્યુષણાકલ્પસૂત્રના પાઠથી જેઓ આજ્ઞા આચરણા કરતાં પણ સંવચ્છરીમાં ગતાનુગતિક્તાનું તત્ત્વ બરોબર સમજી શકશે તેઓ જ બરોબર સમજી શકશે કે આચાર્ય શ્રી કાલિકાચાર્ય મહારાજને અગર શાતવાહનરાજાને છેવટે પ્રતિષ્ઠાનપુરના શ્રી સંઘને કદાચ ચૌથની સંવચ્છરી કરવી પડી તો તેથી બીજાક્ષેત્રના બીજા કાલના બધા આચાર્યો અને બધા શ્રી સંઘોને ભાદરવા સુદ ચોથની સંવર્ચ્યુરી કેમ કરવી પડી? તેનો ખુલાસો થશે. અને તે ખુલાસો સમજાતાં ભાદરવા સુદ ચોથની સંવચ્છરીનું આખા શ્રી સંઘનું શાસ્ત્રોક્ત વાતાવરણ છોડીને તે વાતાવરણને ડહોલવા તે શ્રી સંઘે માનેલી ચોથને છોડીને પંચમીનો ફાંટો કહાડનારા શ્રી કલ્પસૂત્રના તાત્પર્યથી કેવા વિમુખ થાય છે તે સમજાશે.
આ વાત તો સકલ સુજ્ઞ મનુષ્યોની ધ્યાનમાં જ છે કે ચક્રવર્તી જેવા બલવાન્ રાજાનું પણ સૈન્ય પરસ્પર સહયોગવાળું ન હોય તો કાર્ય સાધી શકે નહિ તેવી રીતે ધર્મચક્રવર્તી શ્રી જિનેશ્વરમહારાજનું શ્રી ચતુર્વિધ સંઘરૂપ સૈન્ય પરસ્પર સહયોગવાળું હોવું જ જોઈએ. શ્રી ચતુર્વિધ સંઘમાં સહયોગ સાધના સાંવત્સરિક પર્વ છે એ વાત સર્વ સુન્નમનુષ્યોને અંતઃકરણમાં કોરી લેવા જેવી છે. વળી એ વાત પણ નક્કી છે કે અન્યપંથના અસહયોગની પણ ભયંકર અસર થાય છે, માટે તે પણ ટાળવી જ જોઈયે, પરન્તુ અન્યપંથના અસહયોગ કરતાં લાખો દરજે વધારે ભયંકરતા જો કોઇની હોય તો સ્વસમુદાયના અસહયોગની છે, માટે શ્રી ચતુર્વિધ શ્રમણ સંઘે અન્યની અસહયોગિતા ટાળવા માટે વૈરવિરોધ ખમાવવા જેટલા જરૂરી છે તે કરતાં પણ શ્રી ચતુર્વિધ શ્રમણસંઘે પરસ્પરની અસહયોગિતા ટાળવા માટે વધારે કટીબદ્ધ થવાની જરૂર છે. એ જરૂરીયાત પૂરી પાડનાર જો કોઈપણ યોજના હોય તો તે આ સંવચ્છરીની જ યોજના જણાવાયેલી છે અને તે આદરાયેલી પણ છે.