Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૧૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૮-૩૮
લીધે પજુસણની કિંમત ઘણી જ ઉંચી છે. વળી બીજા પડિક્કમણાં ખમતખામણાં સકલ શ્રી સંઘમાં પરસ્પર થાય જ છે. પરંતુ તે હંમેશનાં અને પાક્ષિક આદિ પડિક્કમણાનાં ખમતખામણાં શ્રી સંઘના મોટા ભાગની ગેરહાજરીમાં હોય છે કેમકે તે રાઈ આદિ પડિક્કમણાથી શ્રી સંઘનો સેંકડોમો ભાગ પણ હાજરી આપનારો હોતો નથી. ત્યારે શ્રી સાંવત્સરિક પ્રતિક્રમણમાં શ્રી સંઘના સાડા પંદર આના જેટલી હાજરી હોય છે. માટે સર્વશ્રમણ સંઘને સાક્ષાત્ ખમતખામણાં કરવાનો વખત જો કોઈ પણ હોય તો તે આ સાંવત્સરિકદિવસના પ્રતિક્રમણનો જ છે. વળી એ વાત પણ લક્ષ્યમાં રાખવાની છે કે ભગવાન જિનેશ્વરમહારાજાઓનું ફરમાન સર્વને અંગે આ સંવચ્છરી દિવસને માટે એવું સ્પષ્ટ છે. કે હાનો હોય કે મોટો હોય, પણ દરેકે સંવર્ચ્યુરીને દિવસે ખમતખામણાં કરવાં જ જોઇએ. અને તેની સાથે એ ફરમાન પણ સ્પષ્ટ જ છે કે હાય તો પહેલા સંવચ્છરીની રાતનો વિરોધ હોય અથવા હોય તો સંવચ્છરીના દિવસના ચોથા પહોરનો વિરોધ હોય તો પણ શ્રી જિનેશ્વરની આજ્ઞાને માનનારાએ સંવચ્છરી પડિક્કમણા વખતે ખમતખામણાં કરવા તૈયાર થવું જોઇએ જ. આવા ફરમાનને લીધે ઉભય પક્ષને ખમતખામણાંની સંવચ્છરીને દિવસે ફરજ પડે છે, અને તેથી બીજા દિવસોમાં ખમતખામણાં એકપક્ષીયપણે પણ થાય, પરંતુ આ સંવચ્છરીના ખમતખામણાં તો ઉભયપક્ષના જ થાય આ વાત જ્યારે વાંચકોના ધ્યાનમાં આવશે ત્યારે સંવચ્છરીના નામે પત્રોની ભરમાર જોતાં જે કંટાળો આવે છે તે આવશે જ નહિં, કારણ કે જેની જેની સાથે મળવાનું થાય, બોલવા ચાલવાનું થાય, તે સંબંધી પોતાને ઘેર કે સમુદાયમાં પણ ઉંચી નીચી વાત કરવાનો અભિપ્રાય ઉચ્ચારવાનો પ્રસંગ આવે, તે તે બધાના અવિનય અપરાધ થવાનો સંભવ ગણાય, માટે તે બધામાંથી જે જે પરગામ રહેનાર શ્રી સંઘની વ્યક્તિ હોય તેને પણ ખમાવવી જ જોઈએ અને તે પત્રવ્યવહાર સિવાય ન બને એમ દેખી પત્રવ્યવહારથી પણ અવિનય અપરાધની ક્ષમા માગવી એ શ્રી સંઘને અનુચિત નથી. જો કે આ એક ત્રુટિ તો જરૂર વર્તમાનકાલમાં રહે છે કે સામાન્ય અપરાધોની માફી માટે પત્રો લખાય છે અને અનુકૂળતાવાળો ઉપર કાગલો લખી માફી મંગાય છે, પણ જેની સાથે દેખાવથી વધારે વિરોધ થયો હોય, અને જેનો મોટો અપરાધ થયો હોય, તેની માફી માટે કાગલો લખી, માફી માંગવાનું ઘણું ઓછું જ થાય છે. પરંતુ સુજ્ઞમનુષ્યોએ એ ત્રુટિ સુધારવા જેવી છે. પણ એ ત્રુટિને બહાને સકલ વ્યવહારને ઉલટાવવા તૈયાર