Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૫૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૭-૩૮ 'ચોમુખજીની ચાર પ્રતિમાઓ ઓગણચાલીસ ઇંચની જોઈએ તે એક સરખી રીતે મેળવવાની મુશ્કેલીએ નવી પ્રતિમાજીઓ ભરાવવા તરફ દોરાવવું પડે તેમાં આશ્ચર્ય
નથી ? ૧૫ આ આગમોને અંગે દરેક શ્લોકદીઠ આશરે સવા રૂપીઓ લેવાનો રાખેલો છે અને તે
રકમમાંથી આરસો, લખાવવું કે ખોદાવવું અને શોભતો રંગ ભરાવવો એટલું જ માત્ર
ખર્ચ થઈ શકશે. ૧૬ શિલાઓમાં આગમો જે જે જગો પર સંપૂર્ણ થશે ત્યાં સૂત્રનું નામ, સંપૂર્ણતાસૂચક
લખવા સાથે તે તે રકમો આપનાર દાતાનાં નામો પણ કોતરાવાશે. ૧૭ ભમતીની દેરીઓ જે ઉદારગૃહસ્થો રૂપીયા પાંત્રીસશો આપશે તેઓના નામે રહેશે,
અને તેમાં બિરાજમાન થતી ચારે પ્રતિમાજીઓની અંજનશલાકા તેઓના નામે થવા
સાથે તે ચારેને ગાદીનશાન કરવાનું પણ તેઓને જ મલશે. (આભૂષણાદિ તો સ્થાપનારાઓ પોતાની ઇચ્છા મુજબ કરી લેશે.) ૧૮ ભમતીમાં આવતાં ત્રણ મોટાં દહેરામાંથી દરેક મહોટું દહેરૂ રૂપીઆ સત્તર હજાર
આપનારાના નામે રહેશે અને તેની અંજનશલાકા અને પ્રતિષ્ઠા પણ તેના નામે જ થશે. (આમાંનું એક મોટું દહેરૂ સુરતવાળા ઝવેરી શાન્તિચંદ્ર છગનલાલ ફુલચંદભાઇએ રાખ્યું છે) ૧૯ આગમમંદિરમાં વચ્ચે આવતું હોટું ચોમુખજીનું દહેરું જામનગર નિવાસી સંઘવી
ચુનીલાલ લખમીચંદ ધારશીભાઇએ રૂપીઆ ચાલીસ હજારમાં રાખ્યું છે. (જમીનને પેટે રૂપીઆ દશ હજાર જુદા આપ્યા છે) રંગમંડપનું ખર્ચ રૂપીઆ દશ હજાર થવા
સંભવ છે તે કરાશે તો તે પણ પ્રાયઃ તેઓ કરશે એવો સંભવ છે.) ૨૦ પુસ્તકનાં કબાટો, શિલાઓ ઉપર લખાણ કરનારા અને શોધનારા વિગેરે માટે હાલ
તૂરત એક રૂમ ૮૪૩૧ ફુટનો સંસ્થાના ખર્ચ ઉભો કરવામાં આવ્યો છે. (આ રૂમ
ઉપર કોઇક ઉદારસગૃહસ્થનું નામ આવે તે અસંભવિત નથી.) ૨૧ રાધનપુરનિવાસી સુરજમલ પુનમચંદ કોઠારી તરફથી પુસ્તકોના માટે બે કબાટો ભેટ
આવ્યાં છે. ' રર આગમોના મૂલસૂત્રો સુધારવામાં મદદ કરી શકે એવાં આગમોનાં પુસ્તકો જે મહાનુભાવો
પાસે હોય તેઓને તે સંસ્થા ઉપર મોકલવા વિનંતિ છે.