Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૫૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૭-૩૮ ૬ શ્રદ્ધાવાળાઓને પણ કોઈક અકસ્માના યોગે આગમની ઉપલબ્ધિ થાય તેમાં આ
શિલામાં કોતરાવેલાં આગમો જરૂર મદદગાર થાય. ૭ આગમોનું મુદ્રણ થઈને તેનો ગામેગામ પ્રચાર થયા છતાં તેમજ આગમોના ભંડારો
ગામે ગામ શ્રાવકોના હાથમાં ગયા છતાં શ્રદ્ધાસુમનુષ્યો તો તેનો દુરૂપયોગ કરતા નથી.
તેમ શ્રદ્ધાળુઓ તો શિલામાંના આગમનો દુરૂપયોગ નહિ જ કરે. ૮ આગમ એ એક જૈનશાસનનું અણમોલ રત્ન છે અને તેથી તેના વારસાથી કોઇ શ્રદ્ધાળુ
ભવિષ્યનો મહાત્મા આકસ્મિકયોગે બેનસીબ ન રહે એ વસ્તુ જાણનારાઓ આ કાર્યની કિંમત સારી રીતે સમજી શકે છે. શ્રી સિદ્ધાચલજીક્ષેત્ર સર્વકાળે સકળસ્થળના શ્રી સંઘને જીવનની માફક રક્ષણ કરવા યોગ્ય છે અને તેથી તે સ્થાને આવેલા શ્રી વર્ધમાન જૈન આગમમંદિરની રક્ષા શ્રી સંઘ
હેજે કરી શકશે તે સ્વાભાવિક છે. ૧૦ વર્તમાનકાળમાં જૈનોનો ઘણો ભાગ આગમ ભગવાન કરતાં શ્રી જીનેશ્વર ભગવાનાં
દર્શન તરફ દોરાયેલો રહે છે માટે આગમોના દરેક પદ આગળ ભગવાન્ શ્રી
જીનેશ્વરમહારાજને બીરાજમાન કરવાની જરૂર ગણી છે. ૧૧ એક જીનેશ્વર ભગવાન્ કે ત્રણ જીનેશ્વર ભગવાને બિરાજમાન કરવામાં આગમના
પદો તે વેદિકાને લીધે ખંડિત થવાનો સંભવ ગણી મધ્યભાગમાં ચોમુખજી બિરાજમાન
કરવા તે યોગ્ય ગણ્યું છે. ૧૨ પદની વચમાં ગોખલો કરી જીનેશ્વરમહારાજને બિરાજમાન કરવામાં આવે તો
ભદ્રિકલોકો ભગવાનૂની પૂજા કરતી વખતે આગમના કોતરેલા અક્ષરો ઉપર પણ કેશર ચંદન વિગેરે નાંખે અને તેથી દેરીની મધ્યમાં ભગવાને બીરાજમાન કરવાનું રાખ્યું
છે.
૧૩ નંદીશ્વરદ્વીપના બાવન ચૈત્યોની અપેક્ષાએ જેમ બાવન જીનાલય થાય છે તેમ પીસ્તાલીસ
આગમની અપેક્ષાએ પીસ્તાલીસ ચોમુખજી બીરાજમાન કરવાનો વિચાર અયોગ્ય ગણાય
નહિ. ૧૪ જો કે પ્રાચીન મૂર્તિઓ ઓછી છે એમ કોઈ કહી શકે તેમ નથી, અને નવીન મૂર્તિઓ
ભરાવવાની જરૂર ન ગણીએ તેમાં પણ ખોટું નથી, પરંતુ ૪૧ x ૪= ૧૬૪ તેર ઈચની પ્રતિમાઓ ૪૪૩ = ૧૨ ઓગણત્રીસ ઇંચની પ્રતિમાઓ અને એક મુખ્યમંદિરના