Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૫૬ (બ)
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૭-૩૮
જીનપ્રતિમાની પૂજાના પાઠને દેખીને થતો મિથ્યાત્વનો ઉદય જ જણાવે છે. ४ "कीतनी ही प्रतीओंमे वहां नमुत्थुणं लिखा मिलता है और कीतनी ही प्राचीनसें
प्राचीन प्रतीओमें उक्तपाठकी गन्ध तक भी नहीं है।"
આ લખાણ વાંચનાર સુજ્ઞમનુષ્ય સ્ટેજે સમજી શકે તેમ છે કે જ્યારે બારમી સદીની શરૂઆતની પ્રતોમાં પણ દ્રોપદીની પૂજાનો અધિકાર વિસ્તારથી હતો અને વર્તમાનમાં ઉપલબ્ધ થતી તાડપત્રીય પ્રતોમાં પણ પૂર્વોક્ત પૂજાનો પાઠ વિસ્તારથી છે તો પછી પ્રાચીનસેં પ્રાચીન એવા શબ્દો વાપરીને લખવું તે જુઠું છે એટલું જ નહિ પણ કદાગ્રહવાળું છે.
ઈન્દ્રિય-દમન % ચારિત્ર એ ધન છે, ઈન્દ્રિય એ ચોર છે, એ ચોર આ અપૂર્વ ધન લઈ ન લે એવી સંપૂર્ણ કાળજી રાખો ! ઈન્દ્રિય ચોરથી જે ન લુંટાયો તેજ ડાહ્યો માણસ છે, તેજ પંડિત છે, તેજ ગ્લાધ્ય છે !!
ઈન્દ્રિય એ ચપળ તુરંગ (ઘોડો) છે, એનું સેવન કદાચ છે દુર્ગતિરૂપી માર્ગમાં ન નાંખે એ વિચારજો ! તેને તો .
જિનેન્દ્રભગવાના વચનરૂપી લગામથી કાબુમાં ન રાખો !
ઈન્દ્રિયરૂપી ધૂર્તોને ક્ષણવાર પણ પેસવા ન દો, જો પેસ્યા તો ૪. ક્રોડો વર્ષેય નહિ જાય !!!
ઈન્દ્રિય-પરાજય-શતકમાંથી સારરૂપે. | ૫ આગ્રાની બાળબોધવાળી પ્રતીનો જે ફોટો આપવામાં આવેલો છે તેની ઉપરની
બાળબોધ લીટી જોનારને સ્પષ્ટ જણાવે છે કે તે પ્રતી પ્રાચીન નથી પણ ઢુંઢીયાઓની ઉત્પત્તિ પછીની જ છે. સૂયગડાંગ સુત્રના પાઠને માટે પ્રાચીન મૂળ સૂત્રની પ્રતી વિદ્યમાન છે, જેમાં સુર્વ સિધં રતિઃ એ પાઠ છે. અને ટીકાકાર પણ તેના સતિ એમ જણાવે છે, વળી દ્રાન્તિકમાં અનન્સી વખતે ઘાત એટલે નાશ પામવાની વાત છે તે પણ સમજવાની જરૂર છે. શુષ્કશબ્દનું સુમિ બને કે સુક્ષત્તિ બને એ પણ વ્યાકરણ દૃષ્ટિવાળાઓએ વિચારવાની જરૂર છે. (રત્ન-અમલ)