Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
જિનમંદિર રાત્રિગમન ન હોય ? સકલ જૈનજનતામાં આ હકીકત તો પ્રસિદ્ધ જ છે કે ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની આ પ્રતિમાની પૂજા તથા તેનાં દર્શનઆદિ જે કરવામાં આવે છે તેનું ફલ શાસ્ત્રકાર મહારાજાઓ સમ્યક્તની શુદ્ધિ અને કર્મની નિર્જરાધારાએ પરમપદની પ્રાપ્તિરૂપ જણાવેલું છે. અને તેથી ભવ્યજીવોની નિર્જરદ્વારાએ પરમપદની પ્રાપ્તિરૂપ જણાવેલું છે. અને તેથી ભવ્યજીવો પણ તે ફલની અપેક્ષાએ જ દર્શન પૂજઆદિ કરે છે. આટલી હકીકતમાં તો મૂર્તિને. માનનારા જૈનોમાં કોઈ જાતનો ફરક જ નથી, આટલું છતાં પણ કેટલાક નવીન ગચ્છ સાથે નવીન પ્રરૂપણા કરનારાઓએ પ્રરૂપણા કરી છે કે ભગવાન્ જિનેશ્વર મહારાજનાંદર્શન દિવસે જ થાય, ભગવાન્ જિનેશ્વર મહારાજનું મંદિર રાત્રિએ ખુલ્લું હોય જ નહિ અને શ્રાવકોથી રાત્રિએ દર્શન કરવા જવાય નહિ તથા દર્શન થાય જ નહિ, પરંતુ આવું ! બોલનાર સ્વચ્છંદી જ છે, કારણ કે જેઓને પૂર્વધરાચાર્યકૃત અને અનેકપૂર્વધરોથી સંમત એવી વસુદેવ હિંડી અને તેને અનુસરતી શ્રી સંઘાચારવૃત્તિની કંઈક અંશે પણ સમજણ હશે તે તો આવી નવીન ગચ્છની નવી ખડતલપ્રરૂપણાને માનશે જ નહિં, એટલું જ નહિં, પરંતુ તેની યથાશ્ચંદતા સ્પષ્ટપણે જાહેર કરશે. ધ્યાન રાખવું કે ભગવાન્ જીનેશ્વર મહારાજના દરેક ક્ષેત્ર અને દરેક કાલે મધ્યરાત્રિના ભાગમાં જ જન્મ હોય છે અને શ્રી મેરૂપર્વત ઉપર સકલજન્મ મહોત્સવ રાત્રિએ જ થાય છે. અને શ્રાવકોને ભગવાનું જિનેશ્વર મહારાજની પૂજા સૌધર્મઆદિ ઈન્દ્રોના અનુકરણથી જ કરવાની છે એમ સેવિંદ્રનાણvi એ વગેરે પાઠોથી શ્રી હરિભદ્રસૂરિજી વગેરે સ્પષ્ટપણે જણાવે છે. વળી
નવીનો જે રાત્રિએ મંદિરમાં નહિં જવા માટે જણાવે છે કે મનાઈ સાવિયા ) A अकालचारित्तदोसमावाओ। ओसरणंमि न गमणं दिवसतिजामे निसि कहं ता ? ॥१॥ ( અર્થાત્ સાધ્વી અને શ્રાવિકાઓને દિવસના પણ ત્રણ પહોર સમવસરણ (સાધુઓના
વ્યાખ્યાન) માં અકાલચારિપણાનો દોષ લાગે માટે જવાય નહિં, તો પછી રાત્રિએ જવાનું તો હોય જ ક્યાંથી ? અર્થાત્ આ ગાથાથી રાત્રિએ ભગવાન્ જિનેશ્વર
(જુઓ ટાઈટલ પેજ ૩ જો)