Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
Regd. No. 3047
.
नमः श्रीजैनशासनप्रभावनाप्रभातार्विभावनभास्करपूर्वगुरुभ्यः
: - શ્રી સિદ્ધચક્ર પણ
(પાક્ષિક)
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
श्री सिद्धचक्रस्तुति : अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे शास्त्रसद्बोधशुद्धे, आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसा भेदनेऽनल्पवीर्ये । भव्याः! शास्त्रोक्तिशुद्धं निखिलदुरितदं प्रोज्ज्ञमिथ्यात्वपक्षं लीनं वोऽन्तोऽन्तरारिव्रजबलदलने सिद्धचक्रे सदाऽस्तु॥१॥
વીર સંવત્ ૨૪૬૪ 3 વર્ષ ૬ વિક્રમ સંવત્ ૧૯૯૪ / અંક ૧૯
અષાઢ પૂર્ણિમા ૧૨-૭-૧૯૩૮
GS ધર્મ છે. વૃક્ષ =
પ્રભુ શ્રી જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલું ધર્મ એ વૃક્ષ છે, સમ્યક્ત એ એનું જ આ મૂળ છે, સિદ્ધાન્તો એ એનું થડ છે. વ્રતો (દેશવિરતિ કે સર્વવિરતિ) એ એની જ ' ડાળીઓ છે, અઢાર હજાર શીલનાં અંગો એ પાંદડાં છે, દેવની ઋદ્ધિ, મનુષ્યની - ઋદ્ધિ, સમૃદ્ધિ એ પુષ્પો છે, એ ધર્મવૃક્ષ, જિનેશ્વર ભગવંતના વચનોરૂપી પાણીની
નીકથી નિરંતર સીંચાય છે, અને પ્રાન્ત એમાંથી નિર્વાણ-મોક્ષ રૂપી ફળ મળે આ છે, આવા વૃક્ષને હંમેશાં આદરો, સેવો, અનંતા સાધુ વિગેરેએ આ વૃક્ષ આદરી :
સેવી, નિર્વાણ ફળને મેળવ્યું છે. ૪ શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ. ધનજીસ્ટ્રીટ ૨૫, ૨૭ મુંબઈ