Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(ટાઈટલ પા. ૪નું અનુસંધાન) તેથી જીવની રક્ષાના પ્રયત્ન પૂર્વક કરવામાં આવતી ક્રિયામાં અહિંસકપણું જ રહેલું છે, તેથી જૈનધર્મનું અહિંસારૂપી લક્ષણ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ દોષોથી રહિત છે. આવી રીતે જણાવેલી અહિંસાને માનતા છતા પણ કેટલાક જૈનનામધારી પણ માત્ર હિંસા | ન કરવી તેનું જ નામ અહિંસા માને છે. પરંતુ દુઃખી જીવોને દયા લાવી તેમને બચાવવા અગર | કોઈદ્વારાએ કોઈ જીવ મરતો હોય અને તેને બચાવવો તેનું નામ જે દયા અગર અનુકંપા કહેવાય? છે તેમને એ લોકો ઉત્તમ તરીકે માનવાની ના પાડે છે, પરન્તુ તેઓએ વિચારવું જોઈએ કે શાસ્ત્રકારો કહે છે. વિરમણે એટલે જીવોના પ્રાણોના નાશથી વિરમવું તેનું નામ મહાવ્રત કહે છે. હવે જો આ મરણથી જીવ બચી શકતો જ ન હોય તો પછી પ્રાણાતિપાતથી વિરમવાનું મહાવ્રત બની શકે જ નહિ.
સુજ્ઞ મનુષ્યોએ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે સંસારમાં ઘણાજ જીવો ઉપક્રમ સહિત આયુષ્યવાળા હોય છે, અને તે ઉપક્રમ જીવોના પ્રાણનો આયુષ્યના નાશ દ્વારાએ નાશ કરનારો ! થાય છે, અને તેથી તેવા ઉપક્રમથી બચવું તેનું જ નામ જયણા છે. અને તેનું જ નામ પ્રાણાતિપાતવિરમણ છે. નિરૂપક્રમવાળા જીવની તો કોઈપણ પ્રકારે આયુષ્યના ક્ષય સિવાય અન્ય કારણથી હિંસા થવાની જ નથી, માટે તેવાને અંગે પ્રાણાતિપાત વિરમણવ્રત કે જયણા એ બન્ને નકામાં જેવાં જ ગણાય.
ધ્યાન રાખવું કે શ્રી ભગવતીજી ત્થા પ્રજ્ઞાપનાવિગેરે સૂત્રોમાં નારકી અને દેવતાને અંગે કોઈપણ જીવને પ્રાણાતિપાતિકી ક્રિયા લાગતી નથી એમ સ્પષ્ટણે જણાવ્યું છે, અર્થાત્ નિયમિતપણે નિરૂપક્રમ આયુષ્યવાળા દેવતા અને નારકી જ હોય છે અને તે નિરૂપક્રમ આયુષ્યવાળા હોવાથી તે દેવતા અને નારકીને અંગે પ્રાણાતિપાતિકી ક્રિયા કોઈને પણ લાગતી નથી, તેવી રીતે બીજાને પણ નિરૂપક્રમ આયુષ્યવાળાને અંગે પ્રાણાતિપાતિકી ક્રિયા ન હોય અને તેથી તેવા જીવોની અપેક્ષાએ પ્રાણાતિપાતિ વિરમણ અને જયણા છે. કેટલાકોનું કહેવું છે કે જીવનું જીવન કે મરણ કેવલ કર્મને આધીન જ છે, પરન્તુ કોઈના પ્રયત્નથી કોઈનું જીવન કે મરણ થતું નથી, આવું કહેવાવાળાએ સમજવું જોઈએ કે આયુષ્યનું ભોગવવું જે બને છે તે અને જેને જીવવું એમ કહેવામાં આવે છે તે આયુષ્યનો અનુભવ પુદગલને આધીન જ છે, એન તેથીજ શાસ્ત્રકારો પુદગલનો ઉપકાર! બતાવતા જીવિત અને મરણના કારણ તરીકે પુદગલોને જણાવે છે, અને તેવા પુદગલો અન્ય વ્યક્તિઓ ન મેળવી દે અગર ન મેળવી આપી શકે એમ કહેવાય જ નહિ! છતાં આયુષ્યના ઉપક્રમને બચાવવા દ્વારાએ વિદ્યમાન આયુષ્યને ભોગવવાનું કરવા દ્વારાએ તો જીવનને કરનાર અન્ય વ્યક્તિઓ બને એ જગમાં સિદ્ધ જ છે, વળી મરણની અપેક્ષાએ વિચારીએ તો પણ જે જીવોનાં આયુષ્ય ઉપક્રમવાળાં હોય છે તે જીવોને ઉપક્રમનાં સાધનો જોડી દે તો તેના આયુષ્યનો નાશ થઈ મરણ થાય તેમાં જૈનનામધારીથી કે કોઈથી પણ ના પાડી શકાય તેમજ નથી.'
| (વધુ માટે જુઓ પાનું ૩૨૮)