Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
આજનો પવિત્ર દિવસ – પવિત્રતમ પુંડરીકગિરિરાજની યાત્રા –
સામાન્યરીતે વર્ષની ત્રણ ચોમાસાઓ કહેવાય છે, તેમાં પણ અતિશય પવિત્રતાને ધારણ કરનારી જો કોઈપણ ચોમાસીની તિથિ ગણાતી હોય તો તે માત્ર કાર્તિક શુકલા પૂર્ણિમારૂપી જ ચોમાસાની તિથિ : ને છે. આ કાર્તિક શુકલા પૂર્ણિમાને ઉદેશીને જૈનજનતાની વસતિવાળાં દરેક સ્થાનો પવિત્રતમ ધામરૂપ એવા આ પુંડરીકગિરિરાજને યાદ ર્યા સિવાય રહેતા નથી. જે જે જૈનમનુષ્ય શક્તિ અને સાધન સંપન્ન હોવા ન
સાથે તે પુંડરીકગિરિરૂપ પવિત્ર ધામની યાત્રા કરવાને વીર્યઉલ્લાસ ધારણ કરી શકે છે તેઓ તો સંસારના
વેપાર રોજગાર આદિકના આરંભ વિગેરેને છોડી દઈને પવિત્રધામની યાત્રાથી આત્માને પવિત્ર કરવા જ માટે પુંડરીકગિરિરાજ તરફ પ્રયાણ જ કરે છે. અને તેવા પવિત્ર આત્માઓ હજારોની સંખ્યામાં દરેક કાર્તિકી 1 પુનમે શ્રીપુંડરીકગિરિની પવિત્ર છાયાનો લાભ લેવાને તત્પર થયેલા હોય છે. તે પુંડરીકગિરિની પવિત્ર 1 છાયાનો લાભ પવિત્ર જૈન આત્માઓ એટલા બધા અસંખ્યાતવર્ષોથી લઈ રહ્યા છે કે જેની આદિ કોઈપણ 1 રાજસ્થાનના ઇતિહાસમાં નીકળી શકે જ નહિ. વર્તમાન પાલીતાણા ઠાકોરનું રાજ્ય તો માત્ર તેઓ | - ગારીઆધસ્થી થોડાક વર્ષ પૂર્વે ચોકીદાર તરીકે આવેલા છે ત્યાર પછીથી છે એટલે તેમના વંશજોનો ઇતિહાસ
તો પવિત્ર પુંડરીકગિરિના ઇતિહાસનાં અસંખ્યાતમા ભાગમાં પણ આવી શકે તેમ નથી. આ અવસર્પિણીમાં
તે. પવિત્ર પુંડરીકગિરિની યાત્રા જેમ અસંખ્યાત કાળથી જૈનોએ પોતાના આત્માની પવિત્રતા માટે કરી માં છે, તેવી જ રીતે આ ભરતક્ષેત્રમાં જ્યાં સુધી ધર્મનું સત્વ છે ત્યાં સુધી દરેક પવિત્ર આત્મા આ પુંડરીક : યાત્રાથી પોતાના આત્માને પવિત્ર કરતો રહેશે એ સ્વાભાવિક છે.
જૈનજનતાનો કેટલોક ભાગ કોઈપણ કારણથી જ્યારે સાક્ષાત્ પવિત્ર પુંડરીકગિરિની યાત્રાનો લાભ || લઈ શકતો નથી, ત્યારે પોતપોતાના ક્ષેત્રમાં પવિત્ર એવા પુંડરીકગિરિને જુહારવા માટે તેઓ શ્રીપવિત્ર !
એવા પુંડરીકગિરિના પટને બાંધીને તેને જુહારવાનો અપૂર્વલાભ ઉઠાવ્યા જ કરે છે. જૈનજનતાની વસતિવાળું કોઈપણ ગામ એવું નહિ હોય કે જ્યાં આ પવિત્ર એવી કાર્તિક શુકલા પૂર્ણિમા તિથિને દિવસે પવિત્ર ! એવા શ્રીપુંડરીકગિરિની યાત્રાનો લાભ ભાવથકી પટ વિગેરે બાંધીને મેળવ્યા સિવાય રહેતું હોય ?
આ પુંડરીકગિરિ એ જ છે કે જે જગમાં સર્વતીર્થ કરતાં અતિશય ઉત્તમતાને ધારણ કરનારું તીર્થ : છે. આ પવિત્ર ગિરિરાજને પાપી અને અભિવ્યજીવો દ્રવ્યથકી પણ દેખી શકતા નથી. આ પવિત્ર પુંડરીકગિરિ સર્વ કાળને માટે પ્રાય:શાશ્વતો છે. આ પવિત્રતમ પુંડરીકગિરિ સર્વ કાળને માટે પ્રાયશાશ્વતો છે. આ પવિત્ર પુંડરીકગિરિ ઉપર શ્રી નેમિનાથજી ભગવાન્ સિવાયના ત્રેવીસે શ્રી તીર્થકર ભગવાનોનું સમવસરણ :
થયેલું છે. આ પવિત્રતમ પુંડરીકગિરિ અન્ય મહાત્માઓના ચરણકમલની પવિત્રતા ધારાએ પવિત્ર થયેલો જ છે એમ નહિ, પરંતુ આ પવિત્ર પુંડરીકગિરિ પવિત્ર મહાત્માઓને ઉત્પન્ન કરનારો છે, જો કે અઢીદ્વીપમાં ન કોઈ પણ સ્થળ એવું નથી કે જ્યાં અનન્તજીવો મોક્ષે ન ગયા હોય, પરન્તુ એ સર્વ મુક્ત થયેલા જ મુ પોતાના આત્મબલથી ત્યાં ત્યાં મુક્ત થયેલા છે જ્યારે આ પવિત્રતમ પુંડરીકગિરિ એ પોતાના પ્રભાવથી
મહાત્માઓને મહાત્મા બનાવી મુક્તિપદને આપનારો છે, આ ઉત્તમોત્તમ પુંડરીકગિરિરાજની એટલી બધી ઉત્તમતા છે કે ભગવાન્ શ્રી ઋષભદેવજીએ પોતાની સાથે વિહાર કરવાને તૈયાર થયેલા શ્રી પુંડરીકસ્વામિજીને પોતાની જોડે નહિં આવવાનું જણાવી આ પવિત્રતમ પુંડરીક ગિરિરાજના પ્રભાવથી તમને અને તમારા આખા પરિવારને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવા સાથે મુક્તિની પ્રાપ્તિ થશે. માટે તમો આ પવિત્ર ધામરૂપ શ્રી પુંડરીક ગિરિ ઉપર જ રહો એમ શ્રીમુખે ફરમાવી પરિવાર સહિત એવા પુંડરીકસ્વામિજીને કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ માટે પવિત્ર ગિરિરાજ ઉપર રોક્યા. આવા અસીમ મહિમાવાળા અને પ્રભાવશાળી ગિરિરાજની ! યાત્રાનો પવિત્રતમ હોટામાં હોટો દિવસ તે આજ કાર્તિક શુકલા પૂર્ણિમાનો છે. માટે સર્વ ભવ્યજીવોએ , પવિત્રતમગિરિરાજની આરાધના માટે આ દિવસની પવિત્રતાનો ઉપયોગ કરવા કટિબદ્ધ થવું જ જોઈએ.