Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
XOOOOOOOOOOOOOO
CCCCCCCCCCCC CCC
CCCOCOMOXxxxxxxxxxxxxx
આગમ અને તેની અવિચ્છિન્નતા છે
સકલ જૈનજનતાને આ વાત તો ધ્યાનમાં જ છે કે જૈનશાસનનું મુખ્ય ધ્યેય ને મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ નથી, જો કે અન્યમતવાળાઓ જેનાથી ઉન્નતિ છે અને મોક્ષની સિધ્ધિ થાય તેને ધર્મ કહે છે, અને જૈનશાસ્ત્રકારો પણ તે જ પ્રમાણે
મોક્ષ અને સ્વર્ગની સિધ્ધિને કરનાર એટલે સ્વર્ગ અને અપવર્ગને દેનાર ધર્મ છે કે એમ કહી ધર્મનાં સ્વર્ગ અને મોક્ષ બને ફળો જણાવે છે. છતાં જૈનશાસ્ત્રકારે સ્વર્ગને કે ઉદેશતરીકે નહિં જણાવતાં ખેતીમાં પરાળ થાય તેની માફક માત્ર આનુષંગિક તે જણાવેલ છે, એટલું જ નહિ, પરંતુ જિનેશ્વર મહારાજના કોઈપણ શાસ્ત્રમાં
દેવપણું, ઇંદ્રપણું, ચક્રિપણું કે રાજાપણા વિગેરે માટે ધર્મક્રિયા કરવાનું જણાવાયું * નથી, જો કે શુદ્ધધર્મના આચરણથી દેવપણુ વિગેરે થાય છે, અને શાસ્ત્રકારો પણ કે 4 તપ સંયમથી દેવતાપણું, સમ્યકત્વથી વૈમાનિકપણું, એક દિવસના ચારિત્રથી પણ જ વૈમાનિકપણું, ઉપશમશ્રેણિમાં કાલ કરવાથી લવસપ્તમ દેવપણું, વિગેરે જણાવી કે ધર્મનું ફળ સ્વર્ગ છે એમ જણાવે છે. વળી શ્રીજિનેશ્વરમહારાજની પૂજા, સામાયિક, 8 ૪ પૈષધ અને શ્રાવકપણાથી પણ દેવપણું થવાનું જણાવે છે. પરંતુ તે બધાં ફળોને ને તેઓ પરાળની માફક આનુષંગિક ફળ તરીકે જણાવે છે, એટલું જ નહિ, પરંતુ એ કે સ્વર્ગાદિપ્રાણિરૂપ અભ્યદયરૂપ આનુષંગિક ફળને જેઓ મુખ્ય ફળ તરીકે ગણે તેને કે
સમ્યકત્વ થયેલું નથી એમ ચોક્કસપણે ગણે છે, અને તેવા જીવોને તે 3 મિથ્યાત્વીદશામાં ગણે છે, અને એ જ કારણથી શાસ્ત્રકારો પંચપરમેષ્ઠિને નમસ્કાર છે
કરવા જેવી એક લ્હાની ક્રિયામાં પણ સર્વ પાપના નાથદ્વારાએ મોક્ષરૂપી ફલ જણાવે ક છેધ્યાનમાં રાખવાની જરૂર છે કે જે કાળમાં મોક્ષની પ્રાપ્તિ થવાની યોગ્યતા હોય ૐ
તે જ વખતે જૈનધર્મને માનનારાઓએ મોક્ષનો ઉદેશ રાખવો એમ નથી, પરંતુ ને પાંચમા આરા જેવા મોક્ષ પ્રાપ્તિ નહિ થઈ શકે તેવા પણ વખતમાં ધર્મની ક્રિયા કે
મોક્ષના ઉદેશથી જ કરવાની છે, અને તેથી જ શાસ્ત્રકારો મોક્ષબુધ્ધિથી થતી ધર્મની
આરાધના માટે આઠ ભવોનું નિરંતર પણ માને છે. એ અપેક્ષાએ વર્તમાનપાંચમા * આરામાં પણ દરેક ભવ્યઆત્માએ સર્વકર્મના ક્ષયરૂપી મોક્ષનો ઉદેશ
(જુઓ ટાઈટલ પાનું ૩ જુ.) CCCCCCCOCOOCO3