________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) આભાર – પ્રદર્શન (नमो ब्रह्मणे परमर्षियो विद्वद्भ्यो गुरुजनेभ्यश्च) સમસ્ત શુભ કર્મોના પ્રેરક સવિતા દેવ છે, તેની જ કૃપાથી માંગલિક કાયાની નિર્વિજ્ઞ સમાપ્તિ થાય છે. માટે તે આરાધ્ય પરમેશ્વરની અસીમ કૃપાનું જ ફળ છે કે આ યોગ-દર્શનના ભાષ્યને હું નિર્વિઘ્ન પૂર્ણ કરી શક્યો છું. એતદર્થ તે પરમ પ્રભુને વારંવાર નમસ્કાર કરું છું. ત્યાર પછી જે ગુરુજનોના સાંનિધ્યમાં રહીને મેં વિદ્યાર્જન કરીને શાસ્ત્રીયજ્ઞાન મેળવ્યું અને જેમણે આર્પજ્ઞાન પ્રત્યે મારી રુચિ પેદા કરી, તે પુજ્યપાદ ગુરુઓનું સ્મરણ કરી, તેઓના પ્રત્યે હાર્દિક નમન કરું છું. સાથે જ તે વૈદિક વિદ્વાન પણ મારા વંદનીય છે, કે જેમણે મહર્ષિ દયાનંદની છત્રછાયામાં રહી આ દાર્શનિક વિચારધારાને પૌરાણિક કાલ્પનિક વિચારોથી ઉન્મુક્ત (મુક્ત) કરવાની પદ્ધતિને અમારી સામે પ્રસ્તુત કરી છે. અને ઋષિઓ પ્રત્યે અનન્ય શ્રદ્ધા, તથા આસ્થા રાખનારા આપે સાહિત્ય પ્રચાર ટ્રસ્ટના સંસ્થાપક શ્રી દીપચંદ આર્યનો હું કયા શબ્દોમાં આભાર પ્રકટ કરું, કે જેમણે આ યોગ-ભાષ્ય લખવાની જ પ્રેરણા નથી આપી, પરંતુ તેઓ પોતે પણ આની પ્રેસ કોપીને અક્ષરશઃ વાંચીને આત્મસંતોષ પ્રાપ્ત કરતા હતા અને મહર્ષિની વ્યાખ્યાના યથાસ્થાન સંનિવેશને જોઈને ગદ્ગદ થઈ જતા હતા. તેમની સ્વાધ્યાયશીલતા તેમ જ લગનનું જ પરિણામ છે કે જેનાથી આ પ્રકારનાં ગૂઢ દર્શનોનું પ્રકાશન થઈ શકયું છે. સાથે જ હું તે સહયોગીઓનો હૃદયથી આભારી છું કે જેમણે આ ભાષ્યના પ્રકાશન તેમ જ દૂફરીડિંગ કરવામાં પૂરી લગનથી સહયોગ આપ્યો છે. શ્રી પ. રામહૌસલા મિશ્ર તથા તેમના સહયોગીઓએ કંપોઝ કરીને તથા શ્રી કર્મવીર શર્માએ પ્રફરીડિંગ કરીને જે આત્મીયતા બતાવી છે, તે તેમનો પુરુષાર્થ પ્રશંસનીય છે અને પારિવારિક ચિંતાઓથી મુક્ત રાખીને આ પરિશ્રમ-સાધ્ય કાર્યમાં ધર્મપત્ની શ્રીમતી પુષ્પલતાજીએ પણ મને સંપૂર્ણ સહયોગ આપ્યો છે. એતદર્થ તેમના પ્રત્યે પણ આભાર પ્રકટ કરતાં વિદ્વાનોને એવી અભ્યર્થના કરું છું કે આ ભાગ્યમાં જે કંઈ સારૂં છે, તે ઋષિ-મુનિઓ અને ગુરુજનોની દેન છે અને એમાં ત્રુટિઓ જે રહી ગઈ હોય તે મારી અલ્પજ્ઞતાના કારણે છે, એટલા માટે જે ત્રુટિઓ એમાં જોવામાં આવે, તેમનું સમાધાનપૂર્વક દિગ્દર્શન જરૂરથી કરાવતા રહે, કેમ કે -
गच्छत : स्खलनं क्वापि भवत्येव प्रमादत: ।
हसन्ति दुर्जनास्तत्र समादधति सज्जना : ।। સ્થાન –
विदुषामनुचर : - ભૂપેન્દ્રપુરી, મોદીનગર (ઉ.પ્ર.)
રાજવીર શાસ્ત્રી ચૈત્ર પૂર્ણિમા સં. ૨૦૩૯ વિ. ૦ ૮ એપ્રિલ ૧૯૮૨ ઈ.
યોગદર્શન
For Private and Personal Use Only