________________
(૧૪)
કિંમતે સમજાતી નથી. એવાં કંઈ જીવનેની કિમત વસુલ કરવા છતાં તિષ્યરક્ષિતાના હૈયામાં શાંતિ નહતી.
પિતાનું કાર્ય પાર પાડવાને એ મનમાં અનેક સંકલ્પ વિકપિ કરતી. વારંવાર એ બાળ કુણાલ એની સામે સૂક્ષ્મ શરીરે ઉભેલે જણાતો તે સમયે એને જાન લેવાને ખંજર લઈ ધસી જતી હતી. પણ એ કાંઈ સત્ય કુણાલ નહેતા કે એ એને મારી શકે. વળી એ એવા અતિ જુસ્સાની આગને મહારાજના ભયથી છુપાવવાને કેશીષ કરતી કેમકે મહારાજને વિશ્વાસમાં લઈ વિશ્વાસઘાત કરી કાર્ય સાધવાની એને હજી હોંશ હતી. જેથી પિતાની આવી ચેષ્ટા જે મહારાજ જાણી જાય તે એક છેલ્લી બાકી રહેલી ઈચ્છા પણ ધુળમાં મળી જાય. એ હેતુથી પિતાના અંતરનો મર્મ મહારાજ કે અન્ય કેઈના સમજવામાં ન આવે તે માટે તિષ્યરક્ષિતા ઘણી સંભાળ રાખતી. જાણે કુણાલ સાથે પિતાને કાંઈ લાગતું વળગતું ન હોય એવી રીતે મહારાજની આગળ વત્તી મહારાજનું મન મેળવવાના વિશ્વાસ ઉત્પન્ન કરવાના અનેક પ્રયત્ન કરવા લાગી. આ ઝેરી નાગણ હાલમાં તે ઝેરને ઘૂંટડે હૈયામાં જ રાખી સમય વ્યતિત કરવા લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com