________________
(૨૮૫) ચેાથા ઉદયમાં પ્રથમ હરિસ્સહસૂરિ ૮૨ વર્ષને આયુMવાળા થશે નવ વર્ષે દીક્ષા ગ્રહણ કરી ૬૦ વર્ષ વતપર્યાય અને ૧૩ વર્ષ યુગપ્રધાનપણમાં એવી રીતે ૮૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગે જશે. ચેથા ઉદયમાં ૭૮ યુગપ્રધાન થશે. છેલ્લા સત્કીતિ નામે યુગપ્રધાન ૧૬ વર્ષગૃહસ્થપણે, ૨૨ વર્ષ વ્રતપ યયને ૧૮ વર્ષ યુગપ્રધાનપણામાં કુલ પ૬ વર્ષના આયુષ્યવાળા થશે. આ ઉદય ૧૫૪૫ વર્ષ પ્રમાણ ચાલશે.
પાંચમે ઉદય નંદિમિત્રસૂરિથી શરૂ થશે આ ઉદયમાં ૭૫ યુગ પ્રધાને થશે. છેલ્લા યુગપ્રધાન થાવરસુત નામે થશે એ પાંચમે ઉદય ૧૯૦૦ વર્ષ પર્યત રહેશે.
છઠ્ઠા ઉદયમાં પ્રથમ સૂરસેનસૂરિ થશે. અને અંતમાં રહસુત યુગપ્રધાન થશે. આ ઉદય ૧૫૦ વર્ષ પર્યત ચાલશે. સાતમા ઉદયમાં રવિમિત્રસૂરિ પ્રથમ યુગપ્રધાન થશે. અને છેલ્લા જયમંગલસૂરિ થશે, આ ઉદય ૧૭૭૦ વર્ષ લગી રહેશે. આઠમા ઉદયમાં શ્રી પ્રભયુગ પ્રધાન થશે. તે ૧૩ વર્ષની ઉમરે દીક્ષા ગ્રહણ કરશે. ૪ર વર્ષ વ્રતપર્યાય અને ૮ વર્ષ યુગપ્રધાન પદ ભેગવશે. જગત્ વિખ્યાત કલંકી આ આઠમા ઉદયની શરૂઆતમાં અર્થાત શ્રી પ્રભયુગપ્રધાનના સમયમાં થશે. છેલ્લા સિદ્ધાર્થ યુગપ્રધાન પછી એ ઉદય પૂર્ણ થશે. આઠમો ઉદય ૧૦૧૦ વર્ષ પર્યત ચાલશે. કલંકીના રાજ્યાંતમાં શ્રી પ્રભ યુગપ્રધાન થશે.
છઠ્ઠા ઉદયમાં ૮૯ યુગપ્રધાન, સાતમામાં ૧૦૦ યુગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com