________________
(૩૦૦ ) હની માફક વહી ગયા છતાં પરિણામ કંઈ જણાયું નહી. બનેના લશ્કરમાં અસંખ્ય જનોની ખુવારી થઈ હતી, છતાં અનાર્ય રાજા ઉત્સાહમાં હતો એણે જોયું કે જીતનું પાસુ એના પક્ષમાં હતું.
મહાન સંપ્રતિના સામતે પિતાના સરદારને ભેગા કરીને મંત્રણા કરી કે “શું કરવું ? આપણું લશ્કરને ઘણો ભાગ નાશ થઈ ગયા છતાં જીત તે જણાતી ન હતી. એણે સરદારની સલાહ માગી.
આપણે નવું લશ્કર મંગાવવું, અને ત્યાં સુધી બચાવ પક્ષમાં ઉભા રહેવું ?” એક સરદારે કહ્યું. શત્રુ બળવાન છે અજેય છે !
શું મેં લઈને આપણે એ સમાચાર આપવા ? મહારાજને તરતજ આપણું નિ:સત્વપણાની એથી ખાતરી થશે, આટઆટલું બળ છતાં આપણે ન ફાવ્યા તો બીજા લશ્કર વડે કરીને શું ?”
“બરાબર છે! આવતી કાલની પ્રભાતે આપણે કેશરીયાં કરી તુટી પડવું. જે એને જીતીશું તો જીવીશું. નહીતર આપણ પછી મહારાજ ભલે લશ્કર લઈને આવે ! પણ હારીને કે હારના ત્યાં સમાચાર આપવા એતો આપણું શાર્યને કલંકીત કરવા જેવું છે. ક્ષત્રીયનું બળ તે એના પોતાના બાહુમાં છે–એની તલવારમાં છે. મહારાજ પોતેજ એ દષ્ટાંતનો નમુને છે,” એક સરદારે પોતાને અભિપ્રાય આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com