________________
( ૩૦૩) બાહુ યુદ્ધમાં સામતે અનાર્ય રાજાને આખરે પટકીને નીચે પાડી એને બાંધી લીધો. એ બંધન થયેલા રાજાને ઉચકીને પોતાના સરદારની મધ્યમાં ફેંકયે. ભાલાની અણીઓથી જીતાયેલો એ રાજા મરતા મરતો માંડ બચીને બંધીવાન થયો. તરતજ નજીકમાં ઉભેલા પિતાના હાથી ઉપર સામંત કુદી ગયો ને શત્રુનું સન્ય ચારે તરફ નાસવા લાગ્યું. તે પછી ફૂટેલા રાજાઓને પણ સામંતે બાંધ્યા. એમની રાજ્યધાનીઓમાં પિતાના સ્વામીની આણ અખંડિત કરતો પોતાનો અધિકારી નિમીને તે સ્વામીને આવીને નમે. મહાન સંપ્રતિએ સામંત અને સરદારેને તેમની યોગ્યતા પ્રમાણે બક્ષીસ આપી નવાજ્યા. ને જીતેલા અનાર્ય રાજાને પોતાને બંધીવાન રાખી એના પુત્રને પોતાની આજ્ઞા કબુલ કરાવી રાજ્ય આપ્યું. ત્રણે ખંડમાં સંપ્રતિની આજ્ઞા એવી રીતે અખંડિત રહી. એ આજ્ઞા વાસુદેવની માફક એના જીવનના અંત લગી અભંગ રહી.
પ્રકરણ ૩૮ મુ.
ઉપસંહાર - સમય સમયનું કાર્ય કરે જાય છે તે અનુસરે નવાનું જુનું ને જુનું તે પુરાણું થયા કરે છે સુખશાંતિમાં ત્રણ ખંડનું રાજ્ય ભોગવતાં મહાન સંપ્રતિને વીર ભગવાનની ત્રીજી સદી પણ પસાર થઈ ગઈ અને ચોથી સદીના પણ વર્ષો પાણીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com