________________
ભ. 1
તેમ હતો. સો વર્ષના તેમના આયુષ્યના પ્રશ્ન
પ્રમાણે નવાં અને જીર્ણોદ્ધાર મંદિર તૈયાર થયાં.
તે સિવાય સેના, ચાંદી, પીતલ, પાષાણ વગેરેની કરાવેલી પ્રતિમા તે સવાકોડની સંખ્યા જેટલા પ્રમાણવાળી હતી, એમનાં બંધાવેલાં મંદિરે નાગેલ, ગિરનાર, શત્રુ જ્ય, રતલામ વગેરે ઘણે સ્થળે અદ્યાપિપણ જોવામાં આવે છે. તેમજ એમની પ્રતિમાઓ પણ ઘણે ઠેકાણે દષ્ટિગેચર થાય છે.
મહાન સંપ્રતિએ અનાર્યદેશમાં પણ સાધુઓને વિહાર કરાવી એમને ઉપદેશવડે જૈનધમી બનાવ્યા હતા. એ મહાન રાજાના સમયમાં જેનોની વસ્તી ઓછામાં ઓછી ૪૦ કરોડની અંકાની હતી. પિતે પણ બારવ્રતધારી ચુસ્ત જેન, ત્રણેકાલ જનપૂજન કરી સ્વજનની જેમ સાધર્મિઓનું બંધુ વાત્સલ્યપણું કરતા હતા.
એમના સમયમાં શ્રી મહાવીર સ્વામીથી ચાલ્યા આવતા નિગ્રંથ ગચ્છનું નામ કોટિકગછ પડયું. આર્ય સુહસ્તિ સ્વામી પિતાની પાટે સુસ્થિત અને સુપ્રતિબદ્ધને સ્થાપીને દેવલમી જોગવવા ગયા. તે પછી આ સૂરિવરેએ કોડવાર સૂરિમંત્રનો જાપ કરવાથી “કટિક” એવું તેમના ગચ્છનું નામ જગતમાં પ્રસિદ્ધ થયું.
આવા મહાન સર્વોત્તમ ત્રણ ખંડના અધિપતિનું અખંડ રાજ્ય ઘણું વર્ષ પર્યત પૃથ્વી ઉપર હોવા છતાં જેનેતર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com