Book Title: Mahan Samprati athwa Jain Dharmno Digvijay
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 330
________________ ( ૩૦૪ ) પ્રવાહની માફક વહ્યાં જતાં હતાં. એ અરસામાં પૃથ્વીના ચોક ઉપર કઈ કઈ ઘટનાઓ બને જતી હતી. જે કાલે જે નિર્માણ હતું તે થયાં કરતું હતું, વીરસંવત ૨૯૧ માં એટલે લગભગ ત્રીજી સદીના અંતમાં શ્રી આર્યસુહસ્તિસ્વામી શ્રી સુસ્થિત અને સુપ્રતિબદ્ધને પિતાની પાસે સ્થાપી દેવબાળાઓની મનેકામના પૂર્ણ કરવાને ગયા. તે અરસામાં સમ્રાટ અશોકપણ મગધના તખ્ત ઉપરથી પરલોકનું તખ્ત ભેગવવાને રવાને થયા. તે મહાન સંપ્રતિ ત્રણખંડના અધિપતિ તરીકે રાજ્યાભિષેકથી રાજ્યારૂઢ થયા. સોળ હજાર રાજાઓ ( કોઈ ઠેકાણે આઠ હજાર કહ્યા છે તત્વ કેવલીગમ્ય) એમની સેવામાં હાજર હતા જ્યાં સુધી દાદાજીની હયાતિ હતી ત્યાં લગી મગધપતિ દાદાજી અશોક હતા. અને મહાન સંપ્રતિ ઉજજયિની માંજ રહીને ઘણો ખરે વખત પસાર કરતા. ત્યાંથી દુનિયાના દરેક દેશો ઉપર હકુમત ચલાવતા હતા. એમનું આયુષ્ય પુરેપુરૂં સો વર્ષનું હોવાથી દીર્ધકાળ પર્યત પૃથ્વીની સમૃદ્ધિ જોગવી ચેથી સદીનાં પણ કેટલાંક વર્ષ પસાર થયા બાદ લગભગ દોઢ બે દાયકા વીત્યા પછી પોતાનું સંપૂર્ણ આયુષ્ય સે વર્ષનું પૂર્ણ કરીને દેવકની સમૃદ્ધિ જોગવવા ગયા. ત્યાંથી તે શીવવધુના ખોળામાં રમવાને જશે. ત્રણ ખંડ ધરતીમાં એમણે લગભગ ગામો ગામને નગરે નગર જીનમંદિર કરવાથી પૃથ્વીને જીનમંદિરથી વિભૂષિત કરી એમણે ૯૯૦૦૦ જીન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું અને ૩૬૦૦૦ નવાં મંદિરે તૈયાર કરાવ્યા આપણે જોઈ ગયા છીએ કે દરરોજ ઓછામાં ઓછું એક જીનમંદિર તૈયાર થયેલું સાંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332