________________
( ૩૦૧ ) “પચીત આ જમાનાના એતો મહારથી પુરૂષ છે. એ મહારથી પુરૂષ આપણું હારના સમાચાર સાંભળશે ત્યારે એને કેટલું દુ:ખ થશે. હાર શું છે એતો વાસુદેવની માફક એ સમજતાજ નથી. બસ જીતવું એજ એમને મહામંત્ર છે. માટે આપણે પણ આપણા બાહુ શત્રુને આવતી કાલના યુદ્ધમાં બતાવવા !” બીજા સરદારે કહ્યું.
શાહબાશ બહાદુરે ! તમારા મતને હું મળતેજ છું. આવતી કાલે સૈન્યને મોખરે સેનાધિપતી થઈ હું ચાલીશ. તમે મારી પછવાડે રહેજે. યુદ્ધમાં તમારું ક્ષત્રીયત્વ બતાવજે. આ વતી કાલને આથમતો સૂર્ય ચાહે તો એ ન જુવે અથવા તો હું ન જેઉં. પણ મારા જીવતાં તો હારના સમાચાર હું મહારાજને આપીશ નહી.” એ સામંતના શબ્દો બધાએ વધાવી લીધા ને રણેત્સાહ વૃદ્ધિ પામે.
ચર માર્ફતે આ સમાચાર અનાર્ય રાજાએ પણ જાણ્યા હતા. તે તો ખુશી થયે ઠીક જ થયું કે આવતી કાલે યુદ્ધને અંત આવશે. મારું રાજ્ય જગત ઉપર આ જમાનામાં સ્વતંત્ર મહારાજ્ય કહેવાશે.”
બીજા દિવસને સૂર્યોદય થતાં અને લશ્કરે સામસામે આવીને હાજર થયાં. ને તરતજ યુદ્ધની શરૂઆત થઈ. આજે યુદ્ધને જેશ ભયંકર હતો. સામંત અને તેના સરદારે સૈન્યના મોખરે રહી લડી રહ્યા હોવાથી એમના સિન્યમાં ઉત્સાહ અપૂર્વ હતો. કાપાકાપી મારામારી અસી સામે અસી, ભાલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com