________________
( ૨૯૮ ) જેર વૃદ્ધિ પામતાં એમણે એ પ્રતિમાને ભેંયરામાં ભંડારી એની ઉપર મહાદેવનું લિંગ સ્થાપન કરી દીધું અને તે પછી મંદીર મહાકાલ તરીકે પ્રસિદ્ધ થયું. ઈવર તે મહાકાલેશ્વર કહેવાયા.
તે પછી મહાન વિકમના સમયમાં સિદ્ધસેન દિવાકરસૂરિએ શિવલિંગને તોડીને એ અવંતી પાર્શ્વનાથની મૂર્તિ હજારે લેક સમક્ષ પ્રગટ કરી એ ઈતિહાસ જગતપ્રસિદ્ધ છે.
–ાજી – પ્રકરણ ૩૭ મું.
અખંડિત આજ્ઞા. અનાર્ય દેશના કેઈ બળવાન સામંતે સંપ્રતિ રાજા ચુસ્ત અહિંસાધર્મનો ઉપાસક થવાથી એની સામે માથુ ઉચકર્યું. ને તેણે પોતાની સ્વતંત્રતા જાહેર કરી સંપ્રતિના દુતેનું અપમાન કરવા માંડયું. એક તરફથી એ પોતાનું લશ્કરી મળ અને તેનાં સાધને વધારતે ગયે. બીજી તરફથી નજીકના બીજા રાજાઓને ભયથી લાલચથી દબાવતે પોતાના પક્ષમાં ખેંચી બળ વધારતો હતો. એ ગર્વિષ્ટ રાજાએ જાણ્યું કે સંપ્રતિ દયાધર્મને ઉપાસક બની નિ:સત્વ થઈ ગયે હશે, એને જીત એમાં તે શું મોટી વાત છે!” એમ માનીને સંપ્રતિની આજ્ઞાઓ અમાન્ય કરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com