________________
(૨૯૭) અરે વ્રતની ઇચ્છાથી તું કદાચ અમારી ઉપર તો નિર્મોહી થઈ ગયે પણ ગુરૂ મહારાજને તું કેમ તજી ગયા ? હાય ? વત્સ? હવે તારૂં દર્શન ક્યાં થશે ? આહા ! જ્યાં સંજોગમાં વિજોગ છે અને વિજેગમાં દુઃખ છે. દુઃખથી કર્મબંધન છે. કર્મબંધનથી સંસારમાં જન્મ મરણ છે. અરે આજે મારૂં સમૃદ્ધિવંતુ ઘર પણ શૂન્ય અરણ્યવત થઈ ગયું સ્મશાન જેવું થઈ ગયું.” આ પ્રમાણે વિલાપ કરતી ભદ્રા શેઠાણ ક્ષીપ્રા નદીના કાંઠા ઉપર પુત્રનું મૃતકાર્ય કરી વધુ સહીત ઘેર આવી. આજે એ સમૃદ્ધ ઘર એને ખાવા ધાતું હતું. એ શૂન્ય ઘરમાં એને મુલે ચેન પડતું નહીં. વૈરાગ્યથી રંગાયેલી એ ભદ્રા શેઠાણીએ પોતાની એક સગર્ભા વહુને ઘેર મુકીને સર્વની સાથે ગુરૂ પાસે દીક્ષા અંગીકાર કરી.
એ અવંતીની એક સ્ત્રી ગર્ભવંતી હતી તે ઘેર રહેલી, તેને એક પુત્ર થયે તેનું મહાકાલ નામ પાડયું. એ મહાકાલે પવન વયમાં જે ઠેકાણે પિતાનું મહામરણ થયેલું ત્યાં મહાકાલ નામે પ્રાસાદ બંધાવી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી પિતાના પિતાને નામે નામ રાખી એ અવંતી પાર્શ્વનાથ ત્યાં પ્રતિષ્ઠિત કર્યા.
ગુરૂ મહારાજ તે તે પછી ત્યાંથી વિહાર કરતા ભવ્ય જનેને પ્રતિબોધ આપી પૃથ્વીને પાવન કરવા લાગ્યા.
એ અવંતી પાર્શ્વનાથ પણ શાસન પ્રભાવક અને પ્રતિષ્ઠિત કહેવાથી ચારે વર્ગોમાં પૂજાવા લાગ્યા. પરન્તુકાલાંતરે બ્રાહ્યાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com