________________
(ર૦૫). હું ત્યાં જવાને અધિરે થઈ રહ્યો છું માટે ગમે તેમ કરીને પણું વ્રત આપે?”
જે તારે દ્રઢ આગ્રહ હોય તે પ્રથમ તારા બંધુ વર્ગની અને માતાની સંમતિ મેળવ?” ગુરૂએ કહ્યું.
તે પછી અવંતીએ ઘરે આવી માતાને નમી એમની રજા માગી. પણ એ માતાએ રજા આપી નહિ જેથી એ સા. હસિકે પોતાને હાથે જ કુટુંબના દેખતાં લેચ કરી નાંખે. ગૃહવ્યવહારથી વિમુખ થઈ સાધુ થઈને રહ્યો. જેથી ન છૂટકે રજા મળવાથી તેજ વેશે અવંતી આર્યસુહસ્તિસ્વામી પાસે આવ્યું ને તેમની પાસે પંચ મહાવ્રત ઉચર્યો.
ભગવદ્ ? ચિરકાલ પર્યત વ્રત પાળવાને હું સર્વથા અસમર્થ છું. માટે મારે શું કરવું તેને રસ્તો બતાવે?”
વત્સ? અવંતીના કંથારિકાના વનની સ્મશાનભૂમિમાં જઈ તું ત્યાં અનશન અંગીકાર કરીને રહેજે. તારા ધ્યાનમાં જ તું મગ્ન રહેજે.”ગુરૂએ જ્ઞાનથી લાભ જોઈને અનુજ્ઞા આપી.
ગુરૂની રજા મેળવી અવંતી મુનિ સ્મશાન તરફ ચાલ્યા ગયા. સુકુમાલ હોવાથી કાંકરા વગેરેના સ્પર્શથી એમને પગે રૂધીર નીકળ્યું; છતાં પણ એને નહીંગણતાં સ્મશાનમાં આવી ને કાયોત્સર્ગ મુદ્રામાં રહ્યા. ને અનશન કરીને કાયાને વેસરાવી દીધી.
માર્ગમાં તેમના ચરણમાંથી રૂધીર ટપકેલું હોવાથી તેની ગંધથી આકર્ષાયેલી એક શિયાલણ પોતાના બાળક સહિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com