________________
(૨૯૩) પ્રકરણ ૩૬ મું.
અવંતી પાર્શ્વનાથ. એક દિવસ આર્યસુહસ્તિ સ્વામી પિતાના પરિવાર સાથે વિહાર કરતા કરતા અવંતી નગરીમાં આવ્યા. તે ભદ્રા શેઠાણીના એક વિશાળ મકાનમાં ઉતર્યા.
એકદા સાયંકાળે સૂરિવર નલિની ગુલ્મ વિમાનના અધ્યચનનું પરાવર્તન કરતા હતા. તે ભદ્રા શેઠાણુને દેવ સમાન કાંતિવાળે અવંતિસુકમાલ નામે પુત્ર સાતમે મજલે જે ભેગ વિલાસમાંજ મગ્ન હતા તેના સાંભળવામાં આવ્યું. દેવાંગના સમાન બત્રીસ સ્ત્રીઓ સાથે ભાગમાં મશગુલ છતાં એ અવંતીનું મન એ નલિની ગુલ્મ વિમાનનું અધ્યયન સાંભળવામાં અધિક ઉત્સુક થયું. પરન્તુ બરાબર સંભળાતું નહીં હોવાથી તે કુમાર એ સુંદર રમણીઓને ત્યાગ કરીને નીચે ઉતર્યો ને વસ્તીદ્વાર આગળ આવ્યા.
એ અધ્યયન સાંભળતાં એને વિચાર થયે કે આવું મેં ક્યાંક જોયું છે તેમ ઉહાપોહ કરતાં એને જાતિસ્મરણ જ્ઞાન થયું એટલે સૂરિવર પાસે આવી એમને વાંદી કહેવા લાગ્યો કે “ભગવદ્ ? આપ શું એ વિમાનમાંથી આવે છે?
આચાર્યે એના સામે જોઈ સ્મીત મુદ્રાએ કહ્યું “વત્સ? એ વિમાનમાંથી તે હું નથી આવ્યું! પરન્તુ ભગવંત મહાવીરે જે કહ્યું છે તેનું હું તો અધ્યયન કરૂં છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com