________________
(ર૯૨) સ્થીતિ છતાં પાંચમા આરાના અંતપર્યત જૈનધર્મ અખ્ખલિતપણે રહેશે. જગત ઉપર જ્યાં સુધી એનત્વ હશે ત્યાં સુધી પૃથ્વી રસવાળી રહેશે. મેઘવૃષ્ટિ કરશે. રાજા પ્રજાનો વ્યવહાર રહેશે. લેકે સુખી જેવા જણાશે. વ્યાણિજ્ય, કૃષિકર્મ આદિ પણ ત્યાં લગી રહેશે. પાંચમા આરાના અંતે છેલ્લા યુગપ્રધાન દુપસહસૂરિ છઠ્ઠને તપે પ્રથમ દેવલેકે જશે. તે બે હાથના શરીરવાળા થશે. તે પછી અનુક્રમે જૈનધર્મ નાશ પામશે. તે પછી તરતજ રાજાનું મરણ થતાં રાજધર્મ નષ્ટ થશે એટલે વ્યવહારધર્મને નાશ થશે. છઠ્ઠાઆરાની શરૂઆતમાં બે હાથનું શરીર ને વીશ વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય રહેશે, તે પ્રમાણ પણ અનુક્રમે ઓછું થતું જશે. છઠ્ઠાઆરાની શરૂઆતમાં ઘરબાર, માલમિલ્કત વગેરે અગ્નિના વરસાદથી નાશ પામી જશે.
આર્યસુહસ્તિ સ્વામીએ રાજાને પૂછવાથી આગામિકાલનું કંઈક વસ્તુ સુચન કહી બતાવ્યું. તે પછી રાજા વૈરાગ્યને ધારણ કરત ને ધર્મમાં પ્રીતિવંત થતે તેમાં અધિકપણે સાવધ થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com