________________
( ૨૦ ) ઘરની આકૃતિ સમાન ઉગેલાં એ કલ્પવૃક્ષામાંજ યુગલિક નિવાસ કરીને રહે છે. ત્યાં જુ, માંકડ, ડાંસ, મચ્છર, માખી વગેરે શરીરને ઉપદ્રવ કરનારા ક્ષુદ્ર જી ઉત્પન્ન થતા નથી. હિસાળ એવા સિંહ વ્યાધ્ર પણ અ૮૫ કષાયવંત હોવાથી તે સમયે હિંસા કરતા નથી. મનુષ્યની માફક તિર્યંચ છ પણ જેડકાપણે ઉત્પન્ન થાય છે.
એવી રીતે આયુષ્ય, બળ, શરીર વૃદ્ધિ પામતાં પાંચમા આરામાં જાય છે. અનુકમે ત્યાંથી છટ્ટે આરે આવે છે તે પૂર્ણ થતાં પાછા અવસર્પિણનો પહેલે આરે આવે છે. ઉત્સર્ષિ
નો છો અને અવસર્પિણીને પહેલે આરે સરખાજ હોય છે. ફેર માત્ર એટલો જ કે ઉત્સર્પિણીમાં કાળ અનુક્રમે ચડતો હોય છે ત્યારે અવસર્પિણમાં અનુક્રમે ઉતરત કાલ આવે છે.
અવસર્પિણીને પહેલા બીજે ને ત્રીજે આરે યુગલીક ધર્મવાળો હોય છે એટલે ઉત્સર્પિણીને ચોથ, પાંચમે ને છઠ્ઠો અને અવસર્પિણને પહેલે બીજે ને ત્રીજો એમ છ આરા યુગલિક ધર્મવાળા હોવાથી લગભગ કંઈકન્યૂન અઢાર કોડાકડી સાગરોપમ પર્યત આ ભરતક્ષેત્રમાં યુગલિક ધર્મ હેવાથી તે સમયે ધર્મને વિચ્છેદ હોય છે. તેમજ કૃષિ, વાણિ
જ્યાદિકથી પણ રહીત એ સમય સમજ. એવી રીતે પાંચ ભરત અને પાંચ ઐરાવતની સ્થીતિ સમજવી.
આવતા ઉત્સર્પિણના ત્રીજા આરામાં થનારા તીર્થકરનાં નામ ભગવાન મહાવીરે શાસ્ત્રમાં બતાવ્યાં છે તે પ્રમાણે સમજવાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com