________________
( ૨૮૯) થવાથી લકે સુખને જ ભોગવનાર થશે. ને સાધુ ધર્મ વિચછેદ જવાથી ઉપદેશને અભાવે શ્રાવક ધર્મપણ વિચ્છેદ જશે. સર્વ કોઈ સુખમાં જ નિમગ્ન થશે આથી તીર્થને વિચ્છેદ થશે. અનુક્રમે સ્વામી સેવકનો ધર્મ પણ બધા સુખી હેવાથી નાશ પામશે. રાજા પ્રજાને વ્યવહાર પણ લોકો અનીતિ રહીત હોવાથી નાશ પામશે ને સર્વે સમાન ઋદ્ધિવાળા થશે. યુગલિક ધર્મ પ્રગટ થતાં પહેલાં અગ્નિ, ગામ, નગર, વ્યાપાર, કૃષિ વગેરે કાંઈપણ હેતું નથી. કલ્પવૃક્ષ પ્રગટ થાય છે ત્યારે તેમની પાસેથી યાચના કરતાં જે જોઈએ તે યુગલિકે મેલવી શકે છે. એ યુગલિકે પણ ઘણા કાલ પર્યત ભેગમાં મગ્ન હોવા છતાં અતૃપ્તજ રહે છે. એમને વજીરૂષભનારા સંઘયણ અને સમ ચતુરઢ સંસ્થાન હોય છે. તેઓ સુંદર અને કાંતિમાન હોય છે. રેગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિ, દુઃખ, ખેદ, દુર્ગાન, અરતિ વગેરે કાંઈપણ યુગલિકોને હાતું નથી. જીંદગીપર્યંત નિરોગી શરીરવાળા, સુખી, ઈચ્છા પ્રમાણે ભેગ ભેગવનારા અને પાપરહીત હોવાથી મરણ પછી પણ દેવલોકમાં જાય છે. તે સમયે શાલી, દાલ, ફળ આદિ અનેક પ્રકારની ખાદ્ય વસ્તુઓ સ્વભાવથી જ ભજનને માટે યુગલીકને કામ આવતી નથી. પૃથ્વીમાં પણ સાકર કરતાં અનંતગણું તે વખતે મીઠાશ હોય છે. અમૃતથી અધિક મીઠું જલ હોય છે. એ ભૂમિમાં ઉગનારા કલ્પવૃક્ષનાં ફલ, પાંદડાં વગેરેમાં પણ ચક્રવત્તિના ભજન કરતાં વધારે મીઠાશ હોવાથી તે ફલકુલ વગેરેને આહાર કરી
૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com