SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૮૯) થવાથી લકે સુખને જ ભોગવનાર થશે. ને સાધુ ધર્મ વિચછેદ જવાથી ઉપદેશને અભાવે શ્રાવક ધર્મપણ વિચ્છેદ જશે. સર્વ કોઈ સુખમાં જ નિમગ્ન થશે આથી તીર્થને વિચ્છેદ થશે. અનુક્રમે સ્વામી સેવકનો ધર્મ પણ બધા સુખી હેવાથી નાશ પામશે. રાજા પ્રજાને વ્યવહાર પણ લોકો અનીતિ રહીત હોવાથી નાશ પામશે ને સર્વે સમાન ઋદ્ધિવાળા થશે. યુગલિક ધર્મ પ્રગટ થતાં પહેલાં અગ્નિ, ગામ, નગર, વ્યાપાર, કૃષિ વગેરે કાંઈપણ હેતું નથી. કલ્પવૃક્ષ પ્રગટ થાય છે ત્યારે તેમની પાસેથી યાચના કરતાં જે જોઈએ તે યુગલિકે મેલવી શકે છે. એ યુગલિકે પણ ઘણા કાલ પર્યત ભેગમાં મગ્ન હોવા છતાં અતૃપ્તજ રહે છે. એમને વજીરૂષભનારા સંઘયણ અને સમ ચતુરઢ સંસ્થાન હોય છે. તેઓ સુંદર અને કાંતિમાન હોય છે. રેગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિ, દુઃખ, ખેદ, દુર્ગાન, અરતિ વગેરે કાંઈપણ યુગલિકોને હાતું નથી. જીંદગીપર્યંત નિરોગી શરીરવાળા, સુખી, ઈચ્છા પ્રમાણે ભેગ ભેગવનારા અને પાપરહીત હોવાથી મરણ પછી પણ દેવલોકમાં જાય છે. તે સમયે શાલી, દાલ, ફળ આદિ અનેક પ્રકારની ખાદ્ય વસ્તુઓ સ્વભાવથી જ ભજનને માટે યુગલીકને કામ આવતી નથી. પૃથ્વીમાં પણ સાકર કરતાં અનંતગણું તે વખતે મીઠાશ હોય છે. અમૃતથી અધિક મીઠું જલ હોય છે. એ ભૂમિમાં ઉગનારા કલ્પવૃક્ષનાં ફલ, પાંદડાં વગેરેમાં પણ ચક્રવત્તિના ભજન કરતાં વધારે મીઠાશ હોવાથી તે ફલકુલ વગેરેને આહાર કરી ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy