________________
(૨૮૮) અંતમાં સાતહાથનું શરીર અને ૧૩૦ વર્ષનું આયુષ્ય પ્રમાણ થશે. બીજા આરાનાં કેટલાંક વર્ષો શેષ રહેશે ત્યારે જે જાતિ
સ્મરણ જ્ઞાન પામીને પ્રથમ પુર–નગર વગેરેની વ્યવસ્થા કરશે. અને તે પહેલે કુલગર કહેવાશે, અનુક્રમે એના વંશમાં સાત કુલગર થશે.
બીજે આરે પુરો થતાં ઉત્સર્પિણનો ત્રીજો આરો શરૂ થશે એનાં સાડા ત્રણ વર્ષ જશે તે પછી સાતમાં કુલગરને ત્યાં શતદ્વારપુર નગરમાં શ્રેણિક મહારાજને જીવ પ્રથમ નરકના પહેલા પાથડામાંથી નીકળી પદ્મનાભ નામે તીર્થકર થશે. તે મહાવીર સ્વામીના સમાન આકૃતિ આયુષ્યવાળા થશે.
શ્રી મહાવીર સ્વામી અને પદ્મનાભ તીર્થકરને ૪૦૦૭વર્ષ અને ૫ માસનું અંતર સમજી લેવું. તે પછી અઢી વર્ષ મહાવીરસ્વામીના કાકા સુરદેવ નામે બીજા તીર્થકર થશે એમ ત્રીજા આરામાં એકએકથી ચઢતી સ્થીતિ પ્રમાણે ત્રેવીશ જીનવરો થશે. નવ વાસુદેવ, નવ બળદેવ, નવ પ્રતિવાસુદેવ ને અગીયાર ચક્રવતિઓ ત્રીજા આરામાં પશ્ચાનુપુવીએ થશે. ચેથા આરામાં ચોવીસમા તીર્થંકરનો જન્મ થશે. તેમના સમયમાં બારમા ચક્રવર્તિ થશે તેમના મુક્તિગમન પછી કેટલાક કાળ જૈનતત્વના જાણ એવા મુનિઓ આ ભરતક્ષેત્રને પાવન કરશે.
તે પછી યુગલિક ધર્મ સમીપ આવી પહોંચવાથી સુખ શીલીયા –સુખમાં મુગ્ધ જી ચારિત્ર લઈ શકશે નહી તેથી સાધુધર્મને વિચ્છેદ જશે. સુખની સામગ્રી અધિક પ્રાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com