________________
(૨૯૬) લેહી ચાટતી ચાટતી ત્યાં એ કંથારિકાના વનમાં પેઠી.
યમની બેન સમી એ શિયાણું રૂધિરવ્યાપ્ત મુનિના ચરણને ખાવા લાગી. રાત્રીના પ્રથમ પહોરે બે પગ ભક્ષણ કર્યા. બીજે પહેરે તેમના બે સાથળ ખાઈ ગઈ. અને ત્રીજો પહોરે તેમનું ઉદર ખાવા લાગી. ત્રણ પ્રહર લગી એ શીયાલણે એ મુનિની ભારે કદર્થના કરી. છતાં પણ ચોથે પહેરે એ મહાસત્વધારી શુભ ધ્યાનથી અખલિતપણે મરણ પામીને જ્યાંથી આવ્યા હતા ત્યાં દેવાંગનાઓના ઉલ્લંગમાં રમવાને ચાલ્યા ગયા-નલિની ગુલ્મ વિમાનમાં મહદ્ધિક દેવતા થયા.
પ્રાત:કાળે ભદ્રા માતા પિતાની પુત્રવધુઓની સાથે ગુરૂને વંદન કરવા આવી, પણ ત્યાં પોતાના પુત્રને જોયો નહીં. જેથી પૂછયું કે, “મારે પુત્ર ક્યાં છે?”
ગુરૂએ જ્ઞાનથી એનો વૃત્તાંત જાણીને કહ્યું કે “તમારે પુત્ર તો જ્યાંથી આવ્યા હતા ત્યાં ઉત્પન્ન થઈ ગયા !”
તે પછી ભદ્રા શેક કરતી કંથારિકા વનમાં આવી. ત્યાં પુત્રનું કલેવર જોઈને તે અશ્રુ પાડતી પુત્રવધુઓ સહીત વિલાપ કરવા લાગી. “અરે દિકરા? અમને તે આશા હતી કે ભલે દીક્ષા લીધી પણ તારાં રોજ દર્શન તે કરશું? પણ તેં તે અમારે એ મનોરથ પણ નિષ્ફળ કર્યો. તે આ નિર્દય થઈ ગયે. હા? દીક્ષા લઈને એક વાર પણ તે મારું આંગણું પાવન ન ર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com