________________
(૨૫૯) લક્ષમી વાપરે તે જ તેને અધિકાધિક લાભ મળે છે. તે પણ પોતાના સગા સંબંધી કે સ્વાર્થની અપેક્ષા રાખ્યા વગર વપરાય તોજ લાભદાયક થઈ શકે. જોકે આ મારો સગો કે સંબંધી નથી પણ મારે સાધર્મિક બંધુ દુઃખી છે માટે એનું દુ:ખ મારે દુર કરવું કે જેથી એ પાછો ધર્મમાં સ્થિર થઇ ધર્મ સાધન કરે. એવી નિષ્કામવૃત્તિથી પરમાર્થ કરે તેજ એની લક્ષ્મીની સાર્થકતા થાય?
રાજન ? આજે તો સમય ઘણે સારો થયો છે. શ્રાવક શ્રાવિકા સુખી અને વૈભવી છે. ભવિષ્યમાં એવા પણ કાળ આવશે કે જ્યારે ક્ષત્રિયમાંથી જૈન ધર્મ નષ્ટ થતાં ફકત વૈશ્યને હાથ જશે ત્યારે તેઓ અર્થપ્રધાન થશે. જેથી ધર્મના મહત્વને હાનિ પહોંચાડશે. પૈસાને જ સર્વસ્વ સમજનારા દ્રવ્યના પૂજારીઓ પોતાના હજારે ગરીબ બાંધવોને-શ્રાવક શ્રાવિકાઓને દુઃખી હાલતમાં જેશે છતાં એમની તરફ દુર્લક્ષ્ય કરતા પિતાને સ્વાર્થ સાધવામાંજ એકલપેટા થશે. જે ગરીબોના ભોગે એ અદ્ધિમાન થશે એમને જ એ તિરસ્કાર કરશે ને બીજાનાં ઘર ભરશે.
જેથી જૈન ધર્મની હાની વિશેષ થશે. શ્રાવકશ્રાવિકાઓ દુ:ખી દુ:ખી થઈ ધર્મભ્રષ્ટ થશે. આજીવિકાની ખાતર ઉમાર્ગને ભજનારા થશે. સાક્ષાત્ પિતાના સ્વામી ભાઈઓને દુ:ખી જેવા છતાં એ ક્ષેત્ર તરફ કઈ લક્ષ્ય ઓછું જ આપશે પણ જે ક્ષેત્ર પુષ્ટ થયું હશે એનુંજ પોષણ કરનારા થશે, જેથી સીદાતા ક્ષેત્રની તેહાની થશેજ. શ્રાવક શ્રાવિકાઓની સંખ્યા ઘટી જશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com