________________
( ૨૬૯) એ દયાના પરિણામે નગરના ચારે દ્વારમાં એમણે ભોજનશાળાઓ કરાવી, એ ભોજનશાળાના ભેજનને દરેક જનો લાભ લેતા હતા. આ પિતાને છે અને આ પારકે છે, એવી જાતને મમત્વ ત્યાં નહોતે. અનેક ગરીબ અનાથ, અપંગજનેને ત્યાં ભેજન આપવામાં આવતું હતું અને એ ભેજનમાંથી શેષ જે બાકી રહેતું તે રસોઈ કરનારાઓ લઈ જતા હતા
એને માટે મહારાજે વ્યવસ્થા સારી કરી હતી. પોતે જાતે પણ તપાસ રાખતા હતા. કે જેથી કામ કરનારાઓ મારા તારાપણું રાખીને ગરીબોને સતાવે નહીં. મહાન સંપ્રતિને તાપજ એ હતો કે માણસો પ્રાય: અનીતિ કરવાની હિંમત પણ કરતા નહિં. તેમજ એ લોકો પણ સમજતા કે આ પરમાર્થ...લોકોને ઉપકાર કરનારું કાર્ય છે. એમાં જે આપણે સ્વાર્થ દ્રષ્ટિ રાખીને વિક્ષેપ કરશું કે કંઈ પણ ભેદભાવ કરશું તે પાપના ભાગી થઈશું, તેમજ મહારાજના અધિકગુન્હેગાર થઈશું. માટે દુરાચારથી દૂર રહેનારા એવા એ લેકે બનતા લગી તે પ્રમાણિકપણે જ કામ કર્યે જતા હતા.
એક દિવસ મહાન સંપ્રતિ એ ભોજનશાળાઓ તપાસવાને ગયા. એમણે એની વ્યવસ્થા જોઈ માણસોની કામ કરવાની પદ્ધતિ, પ્રમાણિકપણું વગેરે જેઈને ખુશી થયા. એમને એક વિચાર . એમણે માણસોને પૂછ્યું. “અરે? ભજનનું અન્ન વધે તેનો શું ઉપયોગ કરે છે?” - મહારાજને પ્રશ્ન સાંભળી રઈઆઓ બોલ્યા. “દેવ! તે અમે ભાગે પડતું વહેચી લઈએ છીએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com