________________
(ર૭૭ ) તેની સમૃદ્ધિ પાસે મારી સમૃદ્ધિ તો તૃણ સમાન છે. હા ! ધિક્કાર છે મને કે મેં વૃથા ગર્વ કર્યો. કેઈએ જીનેશ્વરને સર્વ પ્રકારે પૂજ્યા નથી. ઈ મને પોતાની સમૃદ્ધિથી હરાવી દીધું. હવે જે હું દિક્ષા નહિ લઈશ તે હું હાર્યો કહેવાઈશ. માટે વ્રત ગ્રહણ કરું કે જેથી ઈદ્રથી પણ હું શ્રેષ્ટ થાઉં.”
એમ વિચારી મહા બુદ્ધિનિધાન એવા દશાર્ણભદ્ર રાજાએ ગજ, અવ, સ્ત્રી આદિથી શ્રેષ્ઠ એવું રાજ્ય એણે તત્કાળ તજી દીધું. ને પંચમુષ્ટિ લોન્ચ કરી પ્રભુ પાસે સંજમ લીધે. ઈદ્ર જાયું કે રાજા જીત્યો? હું દીક્ષા લેવાને તે સમર્થ નથી. તેથી ઇંદ્ર ભકિત સહિત દશાર્ણભદ્ર મુનિને વાંદીને કહ્યું મહાનુભાવ? તમને ધન્ય છે! તમે સંયમવડે મને જીતી લીધો છે. એ સંયમને જીતવાને હું સર્વથા અસમર્થ છું. બીજાથી ન પુરી શકાય એવી પોતાની પ્રતિજ્ઞાને તમે પૂર્ણ કરી છે.” એમ વારંવાર એની સ્તુતિ કરતો વીર પ્રભુને વાંદીને પોતાને સ્થાનકે ગયા.
દશાર્ણભદ્ર રાજા પણ દીક્ષા લીધા પછી ઘોર તપ કરી દુષ્કર્મનો ક્ષય કરીને કેવલપદ પામી મેક્ષે ગયા.
ગર્વથી ઇંદ્રને હરાવવાને લીધેલી દીક્ષા પણ દશામુનિને કર્મને ક્ષય કરાવીને મુક્તિને અપાવનારી થઈ જેમ રંક ભિખારીએ ભજનને માટે એક દિવસ જેટલી પણ લીધેલી દીક્ષા ત્રણ ખંડની કાદ્ધિ આપનારી થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com