________________
( ૨૭૫ )
એની સાથે લેાકા પણ પોતપોતાની ઋદ્ધિ પ્રમાણે તૈયાર થઇને આવ્યા. સ્થળે સ્થળે સંગીત નૃત્ય થતાં હતાં. યાચકાને રૂપાનું સેાનાનું ને મુકતાફળનું દાન અવાર નવાર દેવામાં આવતું હતું. રસ્તા ઉપર પુષ્પા પાથરી દેવામાં આવ્યાં હતાં. એવા સુંદર રાજમાગે આડ ંબરપૂર્વક ચાલતા તે રાજા જગતને તૃણ સમાન ગણવા લાગ્યા. પ્રભુના સમવસરણ આગળ પહોંચ્યા એટલે વાહન ઉભાં રખાવી પંચ અભિગમ સાચવી પ્રભુને પ્રદક્ષિણા દઇ ચેાગ્ય સ્થાનકે બેઠા. એના મનમાં ગર્વ આવ્યે કે “આજે હું જેટલી સમૃદ્ધિથી વંદન કરવા આવ્યે છું તેટલી સમૃદ્ધિથી કોઇ દિવસ ઇંદ્ર કે ચક્રવત્તી રાજા પણ વંદન કરવા નહીં આવ્યા હાય !”
રાજાનાં આવાં ગર્વિષ્ટ વચન સાધર્મ દેવલાકના અધિપતિ ઇંદ્રે અવધિજ્ઞાનથી જાણ્યાં અને વિચાર થયા. “અહા ! આ રાજા શ્રેષ્ટ છે; પરન્તુ તે ગર્વ કરે એ તેા ઠીક નહિ. કારણ કે ગર્વ થી મેળવેલું પુણ્ય નાશ પામે છે. બધા વિશ્વને પૂજ્ય એવા પ્રભુને વંદન કરવામાં એના ભિકત રાગ અણુમાલ છે. પણ આ અહંકારના એમાં દ્વેષ રહેલા છે. તા કાઇ રીતે એ પાતાના ગર્વ તજે એ પ્રમાણે મારે કરવું એ ઠીક છે, ”
એમ ચિંતવીને શક્રેન્દ્રે દશા ભદ્રના ગવ ઉતારવાને માટે આકાશમાં ચાસઠહજાર હસ્તિ વિષુવ્યું. એક એક હસ્તિને પાંચને ખાર ખાર મુખ કર્યા. એક એક સુખે આઠ આઠ ઈંતુશળ બનાવ્યા. દરેક દ તુશળે આઠ આઠ વાગ્યે અને દરેક વાગ્યેાએ આઠ આઠ કમલ પ્રગટ કર્યો. દરેક કમલે એક એક કર્ણિકા જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com