________________
(૨૭૬) ણાતી હતી. એ દરેક કણિકા ઉપર શકે પોતાને બેસવા યોગ્ય અણમેલ સિંહાસન ગોઠવ્યાં હતાં, ત્યાં ઈદ્ર પિતે પિતાની આઠ પટ્ટરાણુઓ સાથે બેઠે. એ દરેક કમલને લાખ લાખ પાંદડાં હતાં. એ દરેક પાંદડા ઉપર બત્રીશ બત્રીશ દેવ દેવીઓ બત્રીશ પ્રકારનાં નાટક કરતાં હતાં. એ બધું ઇંદ્ર પોતાની શકિતથી વિકુવ્યું. એ બત્રીશ નાટક જેતે ને આકાશમાં થતા દુંદુભી નાદે સમસ્ત વિશ્વનું ધ્યાન ખેંચતો ઈદ્ર નીચે ઉતરવા લાગે. નીચે ઉતરી પ્રભુને વાંદી વંદન કરી યોગ્ય આસને બેઠે. ઈંદ્રની આવી અપૂર્વ શકિતથી સર્વે ચકિત થઈ ગયા હતા.
દશાર્ણભદ્ર રાજા તે ઈદ્રની આવી અપૂર્વ સમૃદ્ધિ જોઇ ચિત્રમાં આગે હોય એ ખંભિત થઈ ગયો. તેને પોતાનો ગર્વ ઈદ્રની સમૃદ્ધિ અને સામર્થ્ય જોઈ ઉતરી ગયે.
જે સમયે ઈદ્રને હસ્તિ ઉપરથી ઉતરવાનો વિચાર થયે; ત્યારે પોતાના સ્વામીને સુખપૂર્વક નીચે ઉતરવાને માટે હસ્તિએ પોતાને સઘળે ભાર પોતાના બે આગલા પગ ઉપર લઈ લીધે. ભારને લીધે તેના બંને પગે પૃથ્વીમાં પેસી ગયા. પછી ઈદ્દે નીચે ઉતરીને પ્રભુને પ્રણામ કર્યા. જયાં હસ્તિના પગ પૃથ્વીમાં પેસી ગયા હતા તે સ્થાનકનું “ગજપદ” એવું નામ પાડયું. અને તે લોકમા ગજેંદ્રપદ તરીકે પૂજાવા લાગ્યું. એ ગજેંદ્રતીર્થ ઉપર આવીને મહાગિરિ અનશન પૂર્વક સ્વર્ગે ગયા.
હવે દશાર્ણભદ્ર રાજાને તો ગર્વ ઉતરી ગયા હતે. એણે ચિંતવ્યું કે “અહ? ધન્ય છે આ ઈદ્રની ભકિતને ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com