________________
( ૨૭૪ )
પ્રકરણ ૩૪ મુ.
ગજે દ્રષદતી.
ગજેંદ્રપદતીર્થ એ શ્રીમન ભગવન્ મહાવીર સ્વામીના સમયમાં પ્રગટ થયેલું. એક દિવસ મહાવીર સ્વામી વિહાર કરતા દશાણું દેશમાં દશાપુર નગરની સમીપે દશાણું પર્યંત ઉપર પિરવારસહ સમવસર્યા. ત્યાંના રાજા દશાર્ણે ભદ્રને ખબર પડતાં એ ભગવનને વાંદવા જવાની તૈયારી કરવા લાગ્યા. અને એવા વિચાર થયા કે હું ભગવંતને એવા મહેાત્સવપૂર્વક વાંદીશ કે એવી રીતે કાઇએ ન વાંદ્યા હાય, જેથી આખા શહેરને શણગારવાને હુકમ આપ્યા. રાજાના હુકમથી પ્રજા અને અમલદારાએ ધ્વજા, તારણ, ચંદનમાળાદિથી શહેરને સુશેભિત કર્યું. તેમજ અગર, તગર, કપુર આદિ સુગષિ ન્યાથી રસ્તા અને આકાશ વ્યાપ્ત થઇ ગયાં. રાજમાગે પુષ્પા ખિાવવામાં આવ્યાં. એવી રીતે નગરને સુશૅાભિત કરવામાં રાજાએ કાંઈ પણ મણા રાખી નહિ.
હવે પ્રભાતે રાજા દશાર્ણભદ્ર હસ્તિઓમાં શ્રેષ્ઠ એવા પોતાના પટ્ટસ્તિ ઉપર આરૂઢ થઇને ચાલ્યેા. એની સાથે અઢાર હજાર હસ્તી, ચારાશીલાખ અશ્વ, એકવીશહજાર રથ, એકાણુ ક્રોડ પાયદળ, સેાળ હજાર ધ્વજા, પાંચ મેઘાડંબર છત્ર, સુખાસને બેઠેલી પાંચસેા રાણીઓ, તેમજ આભૂષણ
વજ્ર પ્રમુખથી સજ્જ થઈ રહેલા સામત, સચિવાર્દિક ચાલ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com