________________
( ૨૭૮ )
મરણુ ૩૫ મું.
કંઇક નવાજૂની.
એક દિવસે સંપ્રતિ મહારાજે દિવાળીનુ સ્વરૂપ પૂછ્યું. કે “ હે ભગવન્ ? દિવાળીને દિવસે દીવા પ્રગટે છે. તેનુ ચુંકારણ ? ”
,,
તેના જવાબમાં આ સુહસ્તિ સ્વામીએ દિવાળીને લગતું સ્વરૂપ કહી સંભળાવ્યું.
“ હે રાજનૢ ? મહાવીર સ્વામી પૂર્વે અસાડ જીદ ૬ના દિવસે દેવલાકથી ચવેલા હાવાથી તે ચ્યવન કલ્યાણક. ચૈત્ર શુદ્રી ૧૩ની મધ્યરાત્રીએ પ્રભુના જન્મ થવાથી તે જન્મ કલ્યાશુક. ત્રીશ વર્ષ ગૃહવાસ પછી માગશર સુદી ૬ને દિવસે પ્રભુએ ચારિત્ર લીધું તે દીક્ષા કલ્યાણુક. દુસ્સહ તપ કરતાં ખાર વર્ષ પછી વૈશાખ શુદી ૧૦ ના દીવસે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તે કેવળ કલ્યાણક ચોથું. કાંઇક ન્યૂન ત્રીસ વર્ષ કેવલપર્યાય ભેગવીને વીર પરમાત્મા પોતાનુ આયુષ્ય અલ્પ જાણી અપાપા નગરીએ આવ્યા. ત્યાં હસ્તિપાલ રાજાની રાજસભામાં છેલ્લુ ચાતુર્માસ નિર્ગમન કર્યું. પ્રભુને આયુષ્ય થાડુને તીર્થંકર નામકર્મનાં પુગળ અધિકહાવાથી એમણે છેલ્લાં સેાળ પહેાર લગી અખંડ દેશના આપીને તે કર્મ ભાગવી લીધું. એમાં ભવ્યજનોના સંશય દૂર કર્યો. ભાવીભાવનું સ્વરૂપ કહ્યું. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com