________________
(૨૮૧ ) સાંભળ્યું કે એમને ખેદ થયે. પછી અનિત્યની ભાવનાએ ચઢતા ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ કેવલજ્ઞાન પામ્યા. ઈ વીરપ્રભુને નિર્વાણ મહોત્સવ કરી પ્રાત:કાલે ચૈતમ સ્વામીને કેવલ મહત્સવ કર્યો.
ભગવંતના નિર્વાણથી એમના વડીલ બંધુ નંદીવર્ધન બહુ ખેદ પામ્યા હતા. એ ખેદમાં એમણે અન્ન પાણી વગર
એકમને દિવસ ભાઈના શોકમાં નિર્ગમન કર્યો. તેથી બીજને દિવસે એમની બેન સુદર્શનાએ ભાઈને પોતાને ત્યાં તેડી લાવી એમનો શોક મુકાવી જોજન કરાવ્યું, ત્યારથી ભાઈબીજ જગતમાં પ્રસિદ્ધ થઈ. આજે પણ તે દિવસે બેન, ભાઈને પોતાને ઘેર તેડીને જમાડે છે. સુહસ્તિ સ્વામી દિવાળી પર્વના માહાભ્યનું વર્ણન કરીને અટક્યા.
ભગવંત! ભગવાન મહાવીરનું શાસન કયાં સુધી ચાલશે. અને બીજા તીર્થકર આ ક્ષેત્રમાં હવે કયારે થશે ?” સંપ્રતિએ પૂછ્યું.
રાજન ! ભસ્મગ્રહનાં બે હજાર વર્ષ અને પાંચશે વકીનાં મળીને પચ્ચીસ વર્ષ તે શાસન ઓળાશે, પણ તે પછી રેન ધર્મને ઉદય થશે તે આ પાંચમા આરાના અંત લગી એકવીશ હજાર વર્ષ પર્યત અખ્ખલિતપણે ચાલશે. હાલમાં યુગપ્રધાનના ત્રેવીશ ઉદયમાં પહેલો ઉદય પ્રવર્તે છે. પહેલા ઉદયની શરૂઆતમાં પ્રથમ સુધર્મા સ્વામી થયા અને છેલ્લા પુષ્પમિત્ર થશે. એ ઉદયમાં ૨૦ યુગપ્રધાનો થવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com