________________
(૨૯૧) ત્તમ દ્રવ્યોથી સાધુઓની ભક્તિ કરવી. અને એના જે પૈસા થાય તે તમારે દરબારમાંથી લઈ જવા. એ માટે તમારે લેશ પણ શંકા કરવી નહી.”
આ સાંભળીને વ્યાપારીઓ તે ઉલટા ખુશી થયા. કારણ કે એ બહાને તેમની દુકાનમાંથી ઉત્તમ ઉત્તમ વસ્તુઓનું વેચાણ થતું હતું. વ્યાપારીને એથી વિશેષ હર્ષ બીજે શે હેય? મહારાજનું વચન એમણે માન્ય કર્યું. અને દરરોજ તે વ્યાપારીઓ પોતપોતાની ઉત્તમ વસ્તુઓ સાધુઓને વહેરાવવા લાગ્યા. જે જે વસ્તુઓ તેઓ સાધુઓને આપતા તેની વ્યાજબી કિંમત તરતજ મહારાજના હુકમથી તિજોરીમાંથી પગાર કરવામાં આવતી હતી. પોતાનાથી બની શકે તેટલી શક્તિથી જૈન શાસનમાં દ્રઢ શ્રદ્ધાવાળા મહાન સંપ્રતિ ગુરૂ અને ધર્મની ભક્તિ કરવા લાગ્યા.
રાજા જેનું મૂલ્ય આપે છે એવી વસ્તુઓ લોકો પાસેથી વહોરનારા પોતાના શિષ્યને દોષ લાગે છે, એવું આર્યસહસ્તિ સ્વામી જાણતા હતા. પરંતુ શિષ્યોના મેહથી એ બધું સહન કરતા હતા. એમને આ શિથિલ આચાર આર્ય મહાગિરિ સ્વામીના જાણવામાં આવ્યું, એતો એકાકી વિહારી હતા. પિતાના શરીર ઉપર પણ નિસ્પૃહહતા. એમણે વિચાર્યું કે “આહા? આર્યસુહસ્તિજી જ્ઞાતા છતાં આ બધું દોષ યુક્ત કેમ કરી રહ્યા છે, આ ઠીક થતું નથી.”
એક દિવસ આર્ય મહાગિરિએ એમની પાસે આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com