________________
(૨૭) જેથી એમાંના કેટલાકે મહારાજ સંપ્રતિ પાસે આવીને અરજ કરી કે “દેવી આપનું કાર્ય ફત્તેહમંદ થયું છે. અનાર્ય દેશોમાં પણ આપણા સાધુઓ વિહારહવે સુખપૂર્વક ભલે કરે?”
મહાન સંપ્રતિએ તે પછી આર્ય સુહસ્તિ સ્વામી પાસે આવી અનાર્ય દેશમાં સાધુઓને વિહાર કરવાને વિનંતી કરી, ગુરૂવારે પ્રથમ પરિક્ષા કરવાની ખાતર જે પરિસહને સહન કરી શકે એવા દ્રઢ પરિણામવાળા સાધુઓને તે દેશમાં મોકલ્યા. એ સાધુઓ અનાર્ય દેશોમાં ફર્યા. તો લેક એમને સંપ્રતિના અમલદાર જાણીને પૂર્વેની શીખવેલી પદ્ધતિ પ્રમાણે આહાર પાણી આપવા લાગ્યા. એમને રહેવાને નિર્દોષ જગ્યાઓ આપવા માંડી. જેમ જાણ પુરૂષે જેવી રીતે ભકિત કરી શકે છે તેવી રીતે આ લેકોની ભકિત જોઈ સાધુ સંતોષ પામ્યા. ને ગુરૂ પાસે આવીને જે સત્ય વાર્તા હતી તે કહી સંભળાવી. ગુરૂએ પણ ત્યારપછી શિષ્યને દરેક દેશમાં વિહાર કરવાની રજા આપી. જેથી સાધુઓ સંપ્રતિની ત્રણ ખંડ ધરતીમાં લગભગ ઘણે સ્થળે વિહાર કરી શકતા અને લોકોને ધર્મમાં દ્રઢ કરી શકતા. પરિણામે એ સમયમાં શક, યવન, પારસ, ગ્રીસ, સિંધ, દુમ, આદિ દરેક દેશમાંના લોકો જેન ધર્મને અનુસરનારા હતા.
પેલા કૃત્રિમ સાધુઓએ પણ પછી એ વેશનું મહત્વ સમજીને કાયમ રાખે. તે વેશથી કૃત્રિમને બદલે શુદ્ધ સાધુ થઈ ચારિત્ર માર્ગનું આરાધન કરીને એમણે પણ આત્મકલ્યાણ સાધ્યું.
-~
--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com