________________
( ૨૬૬) તા એમને હતો જ નથી. પરંતુ મનના નિવર્તાવા સાથે પોતે નિવૃત્તિ પામે. | હે લેકો ! એ દેવતાઓના સુખનું તમારી આગળ શું વર્ણન કરીએ. જીંદગી પર્યત એમનાં સુખે વર્ણવીએ તો પણ એનો પાર આવી શકે નહીં. મનુષ્યની માફક એમને ગર્ભવાસનું દુ:ખ સહન કરવું પડતું નથી. તેમજ એમને દુર્ગધમય શરીર પણ ન હોય. વળી આયુષ્ય તે એટલાં બધાં લાંબાં હોય છે કે એ વર્ષોની ગણત્રી પણ આપણે ન કરી શકીયે. એવાં સુખ તમારે મેળવવાં હોય તે માત્ર આ એક જ ઉપાય છે કે તમારે જીનેશ્વરના મંદિરમાં પૂજન વગેરે કરવું. અમારા જેવા સંપ્રતિના માણસેની ભકિત કરવી. ઈત્યાદિક સુખની લાલચવાળા ઉપદેશો એ કૃત્રિમ સાધુઓએ અનાર્ય દેશોમાં આપવા માંડ્યા. એ ઉપદેશને ત્રણે દુનિયાના ખુણે ખુણે પડકાર કર્યો. ધર્મથી રહિત એવા જડ જેવા કે માં એ લાલચથી ધર્મવાસના ઉત્પન્ન થઈ જેથી તેઓએ એ બધું ક્રિયામાં મૂકયું. કેમકે મુવા પછી આપણું શું થશે ? અહીયાંથી મરીને કયાં જઈશું વગેરે ચિંતાથી વ્યાપ્ત થયેલા એ અનાર્યલોકો મુવા પછીના સુખની આશાએ તેમજ કંઈક સંપ્રતિને પ્રસન્ન કરવાની ખાતર એમના માણસેના ઉપદેશને અનુસરવા લાગ્યા.
સમસ્ત અનાર્યદેશ લગભગ જેનધર્મને અનુસારે વર્તન કરવા લાગ્યું. અનાર્ય દેશોમાં પણ જૈનધર્મનું મહત્વ મહાન સંપ્રતિએ વધારી દીધું. એ કૃત્રિમ સાધુઓએ જોયું કે હવે સાચા સાધુઓને વિચારવાગ્યે આ ક્ષેત્ર તૈયાર થઈ ગયાં છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com